Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ફ્રુડ ડોલર ઘટતા ગુડ ફ્રાઇડેઃ શેર બજારમાં તેજીની ગાડી પૂરપાટ : ૩૧પ પોઇન્ટનો ઉછાળો

નીફટી ૧૦૮ ઉછળી : તમામ શેરોમાં ચિક્કાર વોલ્યુમ સાથે લાવ લાવ.....

મુંબઇ,તા. ૨૫: શેરબજારમા આજે સતત બીજા દિવસે તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૪૫ પોઇન્ટ સુધરીને ૩૪૯૪૦ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૮ પોઇન્ટ સુધરીને ૧૦૬૨૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો.

આજે દિવસ દરમિયાન બજારમાં પ્રવાહી સ્થિતી રહે તેવી શક્યતા છે. કારોબારીઓ હાલમાં વધારે રોકાણ કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી.  કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ અને ભાજપને સરકાર બનાવવામાં સફળતા ન મળતા તેની પણ અસર દેખાઈ રહી છે. આના પરિણામ સ્વરુપે આર્થિક સુધારાઓની ગતિમાં અસર થઇ શકે છે.

આગેવાન બ્રોકરએ ઉમેર્યુ હતુ કે ફૂડ ડોલર ઘટતા શોર્ટ કવરીંગને કારણે બજારમાંૈ તેજીની ગાડી પુરપાટ દોડી છે, આજે ગૂડ ફાઇડે જોવા મળ્યો હતો.

(4:17 pm IST)