Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વિશ્વનું સૌથી સસ્તુ પેટ્રોલ વેનેઝુએલામાં મળે છે

પેટ્રોલ ૬૫ પૈસે લીટર !

હોંગકોંગમાં સૌથી મોંઘુ ૧૩૪ રૂ.નું લીટર પેટ્રોલ...: પાકિસ્તાનમાં ૫૦નું લીટર

નવી દિલ્હી તા. ૨૫ : ભારતમાં પેટ્રોલની કિંમત ૮૪. ૯૯ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઇ છે. જયારે પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ લગભગ ૫૧.૬૧ રૂપિયા પ્રતિ લિટર છે. પરંતુ દુનિયામાં ઘણા એવા દેશો છે જયાં એક લિટર પેટ્રોલ માટે ૧૦૦થી વધારે રૂપિયા આપવા પડે છે. એક લિટર પેટ્રોલ માટે ૧૦૦ રૂપિયાથી વધારે કિમત વસૂલતા દેશોની સંખ્યા લગબગ ૪૫ છે. ત્યારે ૫ એવા પણ દેશ છે જયાં પેટ્રોલની કિંમત ૧૩૨-૧૪૫દ્ગક વચ્ચે છે.ડેનમાર્કેમાં ૧૩૨ રૂપિયા, નેધરલેન્ડમાં ૧૩૪ રૂપિયા, નોર્વેમાં ૧૪૦ રૂપિયા, હોંગકોંગમાં ૧૪૪ રૂપિયા અને આઇસલેન્ડમાં ૧૪૫ રૂપિયામાં પ્રતિ લિટર પેટ્રોલ મળી રહ્યુ છે.( તમામ આંકડાઓ રાઉન્ડ ઓફમાં) ખાસ વાત તો એ છે કે, આ તમામ દેશો વિકસિત છે અને અહીંયાના લોકોની લાઇફ અને આવક સારી છે.

ત્યારે સસ્તુ તેલ વેચવાની જો વાત કરવામાં આવે તો દુનિયામાં સસ્તું પેટ્રોલ અત્યારે સાઉથ અમેરિકાના દેશો વેનેજુએલામાં છે- ૬૮ પૈસા પ્રતિ લિટર. જે પછી ઇરાન બીજા સ્થાન પર આવે છે જયાં પેટ્રોલ લગભગ ૨૦ રૂપિયા પ્રતિ લિટરમાં મળી રહ્યુ છે અને સૂડાનમાં પેટ્રોલની કિંમત ૨૨ રૂપિયા પ્રતિ લિટર છે.

સસ્તુ પેટ્રોલ વેચતા દેશની રેન્કિંગની વાત આવે તો પાકિસ્તાન હાલમાં ૩૨માં સ્થાન પર છે. પરતું કિંમત વધવાની સાથે ભારત આ લિસ્ટમાં ૯૨માં સ્થાન પર છે. ત્યારે દુનિયાના કુલ ૯૧ દેશ એવા છે જેમાં પેટ્રોલ ભારતની સરખામણીએ સસ્તું છે. આ સિવાય બીજા દેશોની વાત કરવામાં આવે તો નેપાળમાં ૬૯, શ્રીલંકામાં ૬૪, ભૂટાનમાં ૫૭, બાંગ્લાદેશમાં ૭૧, ચીનમાં ૮૧ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળી રહ્યું છે.

(4:04 pm IST)