Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ગોવામાં ભાજપ સરકાર સંકટમાં

ટેકો પાછો ખેચવા સાથી પક્ષોની ચીમકી : માઇનિંગ પ્રવૃત્તિ શરૂ નહિ થાય તો સરકાર ગબડશે : સાથી પક્ષોનું અલ્ટીમેટમ : મનોહર પારિકરની ગેરહાજરીમાં સખળડખળ ચાલુ

પણજી તા. ૨૫ : કેન્દ્ર શાસિત રાજય ગોવામાં ભાજપની ટેકાવાળી સરકારી છે અને ભાજપનાં સાથી પક્ષે માઇનીંગ મુદ્દે ધોકો પછાડતા કહ્યું છે કે, જો કેન્દ્રની ભાજપની સરકારી ગોવામાં બંધ થયેલી માઇનીંગ શરુ નહીં કરે તો, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અમે ટેકો નહીં આપીએ.ગોવામાં ભાજપનાં સાથી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટીએ આ ધમકી ઉચ્ચારી છે. આ પક્ષે કહ્યું છે કે, જો માઇનીંગ પ્રવૃતિ શરૂ કરવામાં નહીં આવે તો, ભાજપ મુશ્કેલીમાં મુકાશે.

ગોવામાં ચાલતી માઇનીગં પ્રવૃતિ પર સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ માર્ચ મહિનાં રોક લાગી છો. સુપ્રિમે કોર્ટે ૮૮ માઇનીંગ લીજો રદ કરી હતી.

ગોવા ફોરવર્ડ પાર્ટીનાં પ્રમુખ વિજાઇ સરદેસાઇએ કહ્યે કે, ગોવામાં મનોહર પારિકરની સરકાર તેમના પક્ષના ટેકાને કારણે ટકી શકી છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે, તેઓ તાત્કાલિત માઇનીંગ પ્રવૃતિ શરુ કરાવે. નહીં તો અમે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો આપીશું નહીં. અમે ઇચ્છીએ છીએ કે, સ્થાનિક માણસોને ન્યાય મળે.

માઇનીંગ પ્રવૃતિ બંધ થવુ જોઇએ નહીં. સરદેસાઇએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા માઇનીંગ પ્રવૃતિ પર રોક લગાવવોએ સ્થાનિક લોકોને અન્યાય સમાન છે અને ગોવાની સરકારે આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. ગોવાની સરકાર સ્થિર છે કેમ કે, તેમની પાર્ટીએ તેમને ટેકો આપ્યો છે.

(3:55 pm IST)