Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પીથૌરાગઢ માંથી પકડાયેલ આઇએસઆઇ એજન્ટ પાસે હતી પળેપળની માહિતી

સ્પાયવેરથી કમ્પ્યુટર અને લેપટોપ હેક કર્યા હતાઃ ઘરમાં જાસુસી ઉપકરણો લગાવેલ હતા

લખનો તા.૨૫: પોથૌરાગઢ માંથી મંગળવારે પકડાયેલ આઇએસઆઇ એજન્ટ રમેશસિંહે રૂપિયાની લાલચમાં દેશની સુરક્ષા માટે ખતરાજનક માહિતી પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ ને આપી હતી. પાકિસ્તાનમાં ભારતીય દુતાવાસ માં બે વર્ષની ફરજ દરમ્યાન આઇએસઆઇએ રમેશની મદદથી બ્રિગેડીયર ના ઈસ્લામાબાદ સ્થિત ઘરના કોમ્પ્યુટર અને લેપટોપ સ્પાઇવેર ની મદદથી હેક કરી લીધા હતા.

એડીજી કાનુન વ્યવસ્થા શ્રી આનંદ કુમારે કહયું કે રમેશ ૨૦૧૫માં સેનાના એક બ્રિગેડીયર સાથે રસોઇયા તરીકે પાકિસ્તાન ગયો હતો. ત્યાં આઇએસઆઇએ તેને પૈસાની લાલચ આપીને તેની પાસેથી ફાઇલો અને અન્યમાહિતી લેવાનું શરૂ કર્યુ પછી આઇએસઆઇ બ્રિગેડીયરની ગેરહાજરીમાં તેના રૂમ સુધી પહોંચી ગઇ જે દરમ્યાન પાકિસ્તાની જાસુસી સંસ્થાએ બ્રિગેડીયરના ઘરમાં જાસુસી ઉપકરણો લગાડી દીધા અને તેના દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતીઓ મેળવવા લાગી.

 એડીજી કુમારે કહયું કે, ગયા મે મહિનાની ત્રીજી તારીખે મીલીટરી ઇંટેલીજન્સની મદદથી આફતાબ નામના એક આઇએસઆઇ એજન્ટને ફૈજાબાદથી ગીરફતાર કરાયો. તેણે ઘણા લોકોના નામ આપ્યા જેમાં એક નામ રમેશનું પણ હતું.

 આનંદ કુમારે કહયું કે, આઇએસઆઇ માટે કામ કરવા બદલ રમેશને ડોલર આપવામાં આવતા. છેલ્લી વાર જયારે તે પાકિસ્તાનથી આવ્યો ત્યારે તેને ૧૩૦૦ ડોલર અપાયા હતા. સપ્ટેમ્બર ૨૦૧૭માં પાછા ફરેલ રમેશને આઇએસઆઇએ એક મોબાઇલ અને પાકિસ્તાન સીમકાર્ડ આપેલ જેના વડે તે સંપર્ક કરતો પ્રાથમિક પુછપરછ માં રમેશે કહયું કે, તેણે ઉત્તરપ્રદેશની ઘણી જગ્યાઓની સૈન્ય માહિતી પાકિસ્તાન પહોંચાડી છે.

(3:54 pm IST)