Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

યુપીઃ અત્યારસુધીમાં ૨૪ બીજેપી નેતાઓને મળી ધમકીઃ તપાસ માટે એડીજીએ SITનું ગઠન કર્યુ

આઇબીની પણ મદદ લેવાયઃ કોઇ ખાસ પુરાવા ન મળ્યા

લખનૌ તા.૨૫: ઉત્તરપ્રદેશમાં વોટ્સએપ દ્વારા ધમકી આપતા મેસેજ મળનાર ભાજપ વિધાયકોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે હવે આ સંખ્યા વધીને ૨૧ થઇ ગઇ છે. તેની સાથે જ ત્રણ અન્ય ભાજપ નેતાઓને ધમકી મળી છે જેનાથી રાજયમાં બીજેપી નેતાઓ વચ્ચે ડર વધી રહ્યો છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે આરોપીઓને તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવના કડક આદેશ આપ્યા છે ત્યારબાદ યોગી સરકારે સમગ્ર પ્રકરણની તપાસ માટે આઇજી એસટીએફ અમિતાભ યશના નેતૃત્વમાં એસઆઇટીનું ગઠન કર્યુ છે જેમાં એસએસસપી એટીએમ જોગેન્દ્રકુમાર અને એસએસપી એસટીએફ ડો.ત્રિવેણીસિંહ સભ્ય તરીકે સામેલ છે.યુપી પોલીસ સતત કેન્દ્ર તપાસ એજન્સીઓ અને ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ એટલે કે આઇસીઇઆરટીના સંપર્કમાં છે અને સુચનાઓનું આવન-પ્રદાન કરવામાં આવી રહ્યું છે આ મામલે આઇબી પાસેથી મદદ મેળવાય રહી છે જો કે અત્યારસુધીમાં ધમકી દેનાર અંગે કોઇ પાસ પુરાવા મળ્યા નથી.

(3:53 pm IST)