Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જનાદેશ ભાજપ માટે ન હતોઃ કુમાર સ્વામી

વિશ્વાસનો મત રજૂ કરી મુખ્યમંત્રીનું સંબોધનઃ કોંગ્રેસના સકારાત્મક વલણથી રાજયનો વિકાસ થશે : ભાજપ સાથે હું હાથ મીલાવત તો મને મારો પરિવાર તરછોડી દેતઃ મુખ્યમંત્રી

નવી દિલ્હી, તા. રપ : કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસમત રજૂ કરીને સંબોધન કરીને કહ્યું કે, જનાદેશ ભાજપ માટે નહોતો. તેઓએ કહ્યું કે આ વખતનો જનાદેશ વર્ષ ર૦૦૪ સમાન છે તે વર્ષમાં પ્રથમ વાર વિધાયક બનયો હતો અને ગૃહની કાર્યવાહીને જોતો હતો. કુમાર સ્વામીએ કહ્યું કે રાજયપાલે નિયમોનું પાલન કર્યું કે, સૌથી મોટા પક્ષને સરકાર રચવાનો મોકો મળવો જોઇએ. હું ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા અને પરમેશ્વરનો ધન્યવાદ કરવા માંગુ છું.

જેડીએસ નેતાએ કહ્યું કે કાઉન્ટીંગના દિવસે સૌથી પહેલા પરમેશ્વરે મને ફોન કર્યો. ત્યારબાદ આઝાદ સાથે વાત કરી. આઝાદે કહ્યું કે ચૂંટણીના પરિણામોમાં ખંડિત જનાદેશ આવ્યો છે અને  અમારે સરકાર બનાવી જોઇએ. મેં કોંગ્રેસ પક્ષ તરફથી હકારાત્મક વલણ અપનાવ્યું છે.

તેઓએ કહ્યુંકે આવુ મારા મુખ્યમંત્રી બનવાની ઇચ્છાના લીધે નથી થયું. હું એ  સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ગઠબંધન ફરત સત્તા મેળવવા માટે નથી. વડાપ્રધાને કહયું કે ભાજપ ઉપરાંત અન્ય કોઇ પણ સરકાર બનાવી શકે નહિ. તેઓ લોકતંત્રના સંરક્ષક છે. અને હું તે એના પર છોડુ છુ કે વડાપ્રધાન હોવા છતાં એ આવી ભાષાનો પ્રયોગ કરવો યોગ્ય છે કે નહીં. (પ-૩૬)

(3:52 pm IST)