Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

૨૦૨૨ સુધીમાં 'ન્યુ ઇન્ડિયા' : નરેન્દ્રભાઇ મોદી કોલકાતામાં

મોદી - શેખ હસીના વચ્ચે મંત્રણા

કોલકત્તા તા. ૨૫  : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા. પી.એમ. નરેન્દ્રભાઇ મોદીનું કોલકાતા એરપોર્ટ પર ગવર્નર કેશારી નાથ ત્રિપાઠી અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયાએ સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ વિશ્વભરતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પી.એમ મોદી શાંતિનિકેતન પહોંચ્યા હતા. જયા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમનું સ્વાગત કર્યુ હતુ. દીક્ષાંત સમારોહ બાદ પીએમ મોદી બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની હાજરીમાં બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન કરેલ. બાદ શેખ હસીના અને પીએમ મોદી વચ્ચે અનૌપચારિક દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ ભારતી યુનિવર્સિટીના ૪૯માં કોન્વોકેશન

સમારોહમાં ભાગ લીધો હતો. જયા પી.એમ. નરેન્દ્ર મોદી અને બાંગલાદેશના પી.એમ. શેખ હસીનાએ શાંતિનિકેતનમાં બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે બાંગ્લાદેશના પીએમ શેખ હસિના પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ વિશ્વભરતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સોબંધિત કરતા કહ્યુ કે ૧૨૫ કરોડ દેશવાસીઓએ ૨૦૨૨ સુધી ન્યૂ ઇન્ડિયા બનાવવાનો નિર્ણય લીધો છે. આ સન્માનની સિદ્ઘીમાં શિક્ષણ અને શિક્ષા સાથે તમારા જેવી મહાન સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. જેમ કે સંસ્થાથી બહાર આવી નવયુવાન, દેશને નવી શકિત આપી છે, એક નવી દિશા આપી છે.

શ્રી મોદીએ વધુમાં કહ્યુ કે જો તમારી સાથે ચાલવા માટે કોઈ તૈયાર ન હોય તો, તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. પરંતુ હું તમને એમ કહું કે જો તમે એક પગલું આગળ ચાલશો તો ચાર પગલાં સરકાર ચાલશે. જનભાગીદારી સાથે ચાલીને આ કદમ જ આપણા દેશને તે મુકામ સુધી લઈ જશે, જેનુ સ્વપ્ન ગુરૂદેવએ પણ જોયું હતુ. જણાવ્યુ કે ઓછી ઉમરમાં ઇનોવેશનનો માઇન્ડ સેટ તૈયાર કરવાની દિશામાં સમગ્ર દેશમાં ૨૪૦૦ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓમાં અટલ ટિન્કરિંગ લેબ્સ દ્વારા ૬ થી ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓ પર ફોકસ કરવામાં આવી રહ્યુ છે. આ લેબ્સમાં બાળકોને આધુનિક ટેકનોલોજીથી પરિચિત કરાવામા આવી રહ્યુ છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે પૂરતી સુવિધાઓ મળે, તેના માટે ૧૦૦૦ કરોડના રોકાણ સાથે ઉચ્ચ શિક્ષણ નાણાકીય એજન્સી શરૂ કરવામાં આવી છે. તેનાથી મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ ગુણવત્તાની માળખાકીય સુવિધા માટે મદદ મળી છે.

(3:09 pm IST)