Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અટલજીનું સ્વપ્ન સાકારઃ ભાજપા નંબર વન

નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન ભાજપનો ચાલી રહ્યો છે સુવર્ણ યુગ : ૧૧૬ સીટોથી શરૂ કરેલ ભાજપની સફર ૧૫૧૮ સીટો સુધી પહોંચી છે જેની સામે ૧૭૧૪ સીટોમાંથી કોંગ્રેસ પહોંચી છે ૭૨૭ સીટો ઉપર..! : આજે ૨૧ રાજ્યોમાં ભાજપનું : શાસન : જેની સામે કોંગ્રેસ પાસે માત્ર ૩ રાજ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાના શાસનકાળના ૪ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમના આ ૪ વર્ષ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીને જે સ્થાન અપાવ્યું તે અકલ્પનીય છે.

એક રીતે કહી શકીએ તો હાલમાં જાણે ભાજપનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. ૪ વર્ષથી સતત ભાજપનો વિજય રથ સતત આગળ ધપી રહ્યો છે. મોદી લહેર અને અમિતભાઇ શાહની ચાણકય નીતિને પગલે ૩૦ વર્ષમાં ભાજપ પહેલીવાર નંબર વન સ્થાન ઉપર પહોંચી છે.

આજે જો આપણે ભારતનો નકશો રૂલીંગ પાર્ટી અનુસાર જોઇએ તો ઉપરથી નીચે સુધી ભગવો રંગ જ જણાય છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં આવતા જ ભાજપ એક પછી એક રાજ્ય સર કરી રહ્યું છે જેની સામે કોંગ્રેસ એક પછી એક રાજ્ય ગુમાવી રહ્યું છે.

કહેવાય છે કે, ૧૯૯૭ના વર્ષમાં ભાજપના ઓછા સભ્યો સંસદમાં હોવાને પગલે કોંગ્રેસે મજાક ઉડાવી હતી ત્યારે ભાજપના ભીષ્મ પિતામહ સહ અટલ બિહારી વાજપેયીએ ભારે હૃદય સાથે કહ્યું હતું કે, 'મેરી બાત કો ગાંઠ બાંધ લે આજ હમારે કમ સદસ્ય હોને પર આપ (કોંગ્રેસ) હંસ રહે હૈ. લેકિન વો દિન આયેગા જબ પુરે ભારત મેં હમારી સરકાર હોગી ઉસ દિન દેશ આપ પર હંસેગા ઔર આપકા મજાક ઉડાયેગા...'

અને જાણે અટલજીના આ સપનાને સાકાર કરવા મોદી કટીબધ્ધ બન્યા અને એમાં સાથ મળ્યો. અમિતભાઇ શાહનો... એક મિશન બનાવ્યું 'કોંગ્રેસમુકત ભારત'. આ મિશન ઉપર દિવસ - રાત જોયા વગર લાગી ગયા અને આ મિશનમાં અભૂતપૂર્વ સફળતા પણ મળતી ગઇ. માત્ર ચાર વર્ષના સમયગાળા દરમિયાન ૧૩૨ વર્ષ જુની કોંગ્રેસના મુળિયા હલાવીને ૩૦ વર્ષમાં પહેલીવાર ભાજપ નંબર વન ઉપર પહોંચી.

નરેન્દ્ર મોદીના ૪ વર્ષના આ શાસનમાં દરમ્યાન દર્શભરમાં ૨૧ ચુંટણી યોજાઇ છે. ૧૪ રાજયમાં ભાજપ જીત મેળવી છે. હાલમાં જે કર્ણાટકમાં મેળવેલ જીત સાથે દેશમાં ભાજપ-એનડીએની ૨૧મી સરકાર બનાવી છે.

આ વેળાએ જો આપણે નરેન્દ્ર મોદી અને ઇદિંરા ગાંધીની તુલના કરીએ તો ૪ વર્ષમાં મોદીએ ૧૪ રાજયમાં વિજય મેળવ્યો. તો ઇંદિંરાજીએ ૧૩ રાજયોમાં વિજય મેળવ્યો હતો. આમ આ બાબતે ઇંદિરાજીને પાછળ રાખ્યા છે.

એટલું જ નહિ વિધાયકોના આંકડાની  દ્રષ્ટિએ જોઇએ તો છેલ્લા ૨પ વર્ષમાં કેવો બદલાવ જોવા મળ્યો છે. ૧૯૬૩ના વર્ષમાં કોંગ્રેસ પાસે ૧૭૧૪ વિધાયકો હતા ત્યારે ભાજપ પાસે માત્ર ૧૧૬ વિધાયકો હતા. હાલમાં એટલે કે ૨૦૧૮ના વર્ષમાં કોંગ્રેસ પાસે ૭૨૭ વિધાયકો છે. તો એની સામે ભાજપ પાસે ૧પપ૮ વિધાયકો સાથે દેશભરમાં છવાયું છે.

૧૯૮૯માં કોંગ્રેસ ૧૮૮૭ વિધાયકોની સાથે નંબરવન બની હતી. જે આજે ૧પપ૮ વિધાયકો સાથે ભાજપ નંબર વન બની છે. છેલ્લા ૪ વર્ષમાં ભાજપ કમરકસી છે.

જેેમાં ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, આસામ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, ગુજરાત, હિમાચલ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને હાલમાં જ કર્ણાટકમાં સરકાર બનાવી અનેરો દબદબો ઉભો કર્યો છે.

એટલું જ નહિ આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં મિઝોરમ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ચુંટણી યોજાવાની છે. જો આ રાજ્યોમાં પણ નરેન્દ્ર મોદી અને અમિતભાઇ શાહની જોડી અપેક્ષિત પરિણામ લાવે તો આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવી મોદી સરકારને સરળ બની રહેશે.

(12:57 pm IST)
  • ચોમાસાનાં શુભ-સમાચાર : ચોમાસું દક્ષિણ આંદામાનમાં બેસી ગયું : હવે ટૂંક સમયમાં જ કેરળની વાટ પકડશે : ત્યાંથી કોંકણ માર્ગે થઈને મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રવેશશે access_time 4:51 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા "વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ચુત્નેય કમિટીમાં મહત્વનું સ્થાન હતું ;ચૂંટણી ઢંઢેરા સમિતિ અને સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા access_time 1:18 am IST