Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કોઈને કાંઈ મફત ન આપવું જોઈએઃ એક પૈસો તો એક પૈસો ચાર્જ લ્યોઃ હાઈકોર્ટ

''આપ''સરકાર દ્વારા મહીને ૨૦ હજાર લીટર મફત પાણી આપવાની નીતિ અંગે દિલ્હી હાઈકોર્ટની ઝાટકણી

 નવી દિલ્હી, તા.૨૫: આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી વાસીઓને મહિને ૨૦ હજાર લીટર મફત પાણી આપવાની નીતિ સામે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે. હાઈકોર્ટે જણાવેલ કે કોઈને કાંઈ મફત ન આપવું જોઈએ. ૧૦ પૈસા કે ૧ પૈસો ચાર્જ જરૂર કરવો જોઈએ.

સાથો- સાથ દિલ્હી હાઈકોર્ટેએ પણ જણાવેલ કે અભાવગ્રસ્ત કે જરૂરીયાતમંદને છોડીને કોઈને કાંઈ પણ મફત ન આપવું જોઈએ. જો કે સુનાવણી દરમિયાન પાણી પુરવઠ બોર્ડના વકીલે દલીલ કરેલ કે આ પાણીને સંરક્ષીત કરવા માટે છે કેમ કે ૨૦ લીટર પાણીના મફત ઉપયોગ પર કેપ લાગેલી છે.આ અંગે હોઈકોર્ટે સવાલ કરેલ કે અહિંયા એવા પણ લોકો છે જેમણે મંજુરી વગર હાઈરાઈઝ મકાન ગેરકાયદે ઉભાકર્યા છે તો આવા લોકોને પણ મફત પાણીનો લાભ મળવો જોઈએ? આવા પ્રકારના લોકો તો પાણી માટે પૈસા આપી શકે છે.

સુનાવણી દરમિયાન ખંડપીઠે તીખી ટીપ્પણી કરતા જણાવેલ કે તમારી વાત સમજાય જાત જો તમે ફકત ઝુંપડપટ્ટીમાં રહેનાર લોકોને આ લાભ આપ્યો હોત, કેમ કે તે જરૂરીયાતમંદ છે. પણ બાકીના લોકોને પણ સુવીધા કેમ દેવામાં આવી રહી છે.

કોર્ટે પાણી પુરવઠા બોર્ડને એ પણ સવાલ કરેલ કે શું જમીનના પાણીના ઉપયોગને કંન્ટ્રોલ કરવા બોર્ડે કોઈ નીતિ બનાવી છે. અહીં લોકો દિલ્હી શહેરના ગ્રાઉન્ડ વોટરના સ્તરને સતત ઘટાડી રહ્યા છે. આ ઉપર બોર્ડે જણાવેલ કે આ માટે નીતિ તૈયાર છે અને હવેની સુનાવણી દરમિયાન કોર્ટનેએ અંગે પુરી માહિતી આપીશું. હવે પછીની સુનાવણી ૨૩ જુલાઈના રોજ યોજાનાર છે.(૩૦.૨)

(11:48 am IST)