Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મધ્યપ્રદેશના ૨૦૦ ખેડૂતોએ કોવિંદજી પાસે મરી જવાની મંજૂરી માંગી : ભારે રોષ

ભાજપની શીવરાજ સરકાર સામ - દામ - દંડથી ખેડૂતોને હેરાન કરે છે : વળતર દેતા નથી : ધમકીઓ આપે છે

ભોપાલ તા. ૨૫ : દેશભરમાં ખેડૂતોની અવદશા ચિંતાજનક છે. મધ્યપ્રદેશમાં ૨૦૦થી વધુ ખેડૂતોએ સરકાર દ્વારા વળતર ન મળતાં રાષ્ટ્રપતિ પાસે મરી જવાની મંજુરી માંગી છે.

મધ્યપ્રદેશનાં સાતના જિલ્લાનાં ૨૦૦ ખેડૂતોએ દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પત્ર લખીને આ મંજુરી માંગી છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, સરકાર સામ-દામ-દંડની નિતી અપનાવે છે અને વળતર આપવામાં મોડુ કરે છે.

આ ખેડૂતો રાષ્ટ્રિય કિશાન મઝદુર મહાસંઘ સાથે જોડાયેલા છે અને સતના જિલ્લાનાં દર ગામડાઓમાં રહે છે. આ ગામડાઓ ભોપાલથી ૪૫૦ કિ.મી. દૂર આવેલા છે.

વિરોધ કરનાર ખેડૂતોમાંના એક ખેડૂત સુભાષ પાંડેએ કહ્યું કે, 'જબલપુર-વિદ્યાંચલ પાવર લાઇન માટે ખેડૂતોનાં ખેતરમાં કેબલ નાંખી રહ્યાં છે પણ ખેડૂતોને આ મામલે વળતર આપતા નથી. ખેડૂતોને જે નુકશાન થયું તેનું વળતર આપતા નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે, કંપની કોઇ નિયમોનું પાલન કરતી નથી અને ખેડૂતોના નુકશાનનું વળતર પણ આપતી નથી.'

ખેડૂતોએ તેમણે લખેલા પત્રમાં આરોપ કર્યો કે, કંપનીએ વળતર આપવાને બદલે ખેડૂતોને ધમકીઓ આપે છે અને કહે છે કે, તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. ખેડૂતોએ આ પત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કર્યો હતો.

ખેડૂતોએ એમ કહ્યું કે, તેમના નેતા મોહન સ્વરૂપની પોલીસે ધરપકડ કરી હતી. કેમ કે, તેમણે ખેડૂતો માટે વળતરની માંગણી કરી હતી.

આ ઘટના બાદ ખેડૂત સંગઠનનાં રાષ્ટ્રિય પ્રમુખ શિવકુમાર શર્માએ એક રેલી કાઢી હતી અને ત્યારબાદ સ્થાનિક તંત્રએ વળતરની ખાતરી આપી હતી. જો કે, ખેડૂતો કહે છે કે, તેમને વળતર હજી સુંધી મળ્યું નથી. અમે ધક્કા ખાઇને થાકી ગ્યાં.

(11:44 am IST)
  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા "વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ચુત્નેય કમિટીમાં મહત્વનું સ્થાન હતું ;ચૂંટણી ઢંઢેરા સમિતિ અને સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા access_time 1:18 am IST

  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST

  • બાળા સાહેબ ઠાકરેએ ક્યારેય કોઈની પીઠમાં ખંજર નથી ભોંક્યું :શ્રીનિવાસ વાંગાને ટિકિટ આપવાને લઈને પોતાના સહયોગી શિવસેના પર પરિવારને તોડવાનો આરોપ લગાવતા મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી દવેન્દ્ર ફડનવીસે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પર કર્યા આકરા પ્રહાર access_time 1:25 am IST