Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

બોધગયા સિરીયલ બ્લાસ્ટ : તમામ આતંકીઓ કસૂરવાન જાહેર : ૩૧ મીએ સજાની જાહેરાત

ભગવાન બુદ્ધને જયાં જ્ઞાન પ્રાપ્ત થયેલ તે

નવી દિલ્હી : ભગવાન બુદ્ધની જ્ઞાનસ્થલી બોધગયા ખાતે ર૦૧૩માં થયેલ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો એનઆઇએ કોર્ટના સ્પે. જજ મનોજકુમાર આજે ફેંસલો આપ્યો છે. આ પહેલા મહાબોધિ મંદિરમાં દોષિતોને આકરી સજા માટે અને વિશ્વ શાંતિ માટે બૌદ્ધ ભિક્ષુઓએ વિશેષ પૂજા કરી હતી. 

અદાલતનને તમામ ૬ આતંકીઓને દોષિત જાહેર કરેલ છે અને ચૂકાદો ૩૧ મીએ જાહેર કરશે તેમ જણાવાયું છે.  ૭ જુલાઇ ર૦૧૩ની સવારમાં બોધગયામાં સિરીયલ બ્લાસ્ટ થયા હતા અને ૩ અલગ-અલગ જગ્યાએથી જીવતા બોંબ મળી આવેલ. દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી નેનશલ ઇન્વેસ્ટીગેશન એજન્સી, એન.આઇ.એ. તપાસ કરી હતી. આ વિસ્ફોટોમાં એક તિબેટી બૌદ્ધ ભિક્ષુ અને મ્યાંમારના યાત્રાળુ સહિત ૩ ઇજા પામેલ. ૯૦ સાક્ષીઓને તપાસ્યા હતા. તમામ ૬ આતંકીઓની ધરપકડ કરી પટણાની બેઉર જેલમાં રાખવામાં આવેલ છે. તેમાંથી પને આજે કોર્ટ સમક્ષ હાજર કરાયેલ.

(3:12 pm IST)