Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પાંચ વર્ષ કુમાર સ્વામી જ મુખ્યમંત્રી રહે તેવું નક્કી નથી થયું: પરમેશ્વરા

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીનો ઘટસ્ફોટઃ વિશ્વાસ મત સમયે જ વિવાદી વાણી

બેંગ્લોર, તા. ૨૫ :. વિશ્વાસ મત પછી પત્રકારો સાથે વાતચીત કરતા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ કહ્યુ કે પાંચ વર્ષની આખી ટર્મ માટે એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકે રહેશે કે નહીં ? તે નક્કી કરવાનું બાકી છે. ખાતાઓની ફાળવણી બાબત તથા મુખ્યમંત્રી પદમાં અમારો પણ વારો આવશે તે નક્કી કરવાનું બાકી છે.

નાયબ મુખ્યમંત્રીને સીનીયર કોંગ્રેસી નેતા ડી.કે. શીવકુમાર નારાજ છે અને થોડાક ધારાસભ્યો સાથે અલગ મીટીંગ કરી રહ્યા છે તે બાબત પૂછતા તેમણે કહ્યુ કે અમે ફલોર ટેસ્ટમાં સફળ થયા છીએ. ચર્ચા અને ગ્રુપ મીટીંગો થાય કે ન થાય પણ હું એટલુ જ કહીશ કે અમારામાં એકતા છે.

જ્યારે ભાજપા દ્વારા ધારાસભ્યોની ખેંચતાણ ચાલતી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને સાચવી રાખનાર શીવકુમાર પરમેશ્વરાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તેથી નારાજ છે. શિવકુમારે કહ્યુ કે, આખુ રાજ્ય જીતે અને એક બેઠક જીતે તે સરખા કેવી રીતે.. હું સન્યાસ લેવા માટે રાજકારણમાં નથી આવ્યો. હું ફુટબોલ નહીં પણ ચેસ રમીશ.

(11:38 am IST)