Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પુરૂષોતમ -સ્તવનઃ જયાં સંપ ત્યાં સુખ

પ્રભુની દયા પર વિશ્વાસ રાખીએ

સંપ એ મહા બળવાન છે ઋગ્વેદમાં પ્રાર્થના છે

સમાની ચ. આકૃતિઃ સમાનાની, હદપાની ચઃ

સમાન મસ્તુ વો મનો અશ્વ વઃ સુસહાસતી ાા

વ્યકિતએ જીવનમાં સુખી થવું છે ? તો સહુ કોઇ સાથે સંપ અને સહકારથી રહેવાની ભાવના કેળવે સૌ સાથે જેને ફાવે તે વ્યકિત જીવનમાં સુખી હોય છે.

જયાં સંપ છે ત્યાં સુખ છે અને કુસંપ હોય ત્યાં પછી દુઃખ જ હોય.

માટે અમારા સંકલ્પ, હ્ય્દય, મન, સમાન હો અને અમે એકબીજાના સહકાર અને સહયોગથી કાર્ય કરીએ સહયોગ અને સમન્વયથી જ સફળતા પ્રાપ્ત થાય છે અને વેરઝેર કે અલગતાથી મળે છે નિષ્ફળતા.

માનવ જીવનમાં દરેકના સ્વભાગ અલગ અલગ હોય છે. એમાં આપણે સેટ થતા શીખવુ પડે ગમે તે વ્યકિત સાથે જે એડજસ્ટ થઇ જાય, હળી મળીને રહે, દરેકની સાથે જેને ફાવે એવી વ્યકિત જીવનમાં હંમેશા સુખી થાય છે.

આપના માતા પિતાની આજ્ઞાનું પાલન કરો પોતાનાથી મોટા ભાઇ કે બહેન હોય તો તેની આજ્ઞાને અનુસરો પૂજયભાવ કરતા આજ્ઞાંકિતતા ઉંચી છે. તમે મહાપુરૂષની જેમ પ્રકાશી ઉઠશો તમે જે કંઇ કરશો એમાં સફળ થશો જીવનમાં તમે સુખી અને સમૃધ્ધ બની જશો.

જીવનમાં કેટલાય એવા પ્રસંગો આવે છે જયારે પરિસ્થિતિ વિકટ હોય છે એનો આઘાત અસહ્ય હોય છે. વ્યકિત પોતે વ્યાકુળ બની જાય છે કે પછી રોકકળ કરી મુકે છે જીવનમાં સારી કે ખોટી ઘટનાઓ તો બનતી જ રહેવાની.

આવા પ્રસંગોએ આપણે વિવેક બુધ્ધિથી કામ લઇએ જ્ઞાનના આધારે દુઃખદ ઘટનાઓને ભુલી શકીએ. પરમ કૃપાળુ પરમાત્માની દયા અને આશિષ પર વિશ્વાસ રાખવો જોઇએ જે આવી ઘટનાઓ વખતે ઉપયોગી બને છે.

આપણુ જ્ઞાન સીમીત છે તેથી પ્રભુની કાર્યપધ્ધતીને આપણે સમજી શકતા નથી. જે પ્રસંગોને આપણે દુઃખદ માનીએ છીએ તે ખરેખર આપણા કલ્યાણ માટે પણ હોઇ શકે.

આપણે સમજવું જોઇએ કે આપણા થોડા અને અધુરા જ્ઞાનને લીધે જેતે પરિસ્થિતિના ખરા હેતુતે સમજી શકતા નથી. છતા પણ એમાં આપણું કંઇ ને કંઇ હિત જ રહેલુ હોય છે.

દુઃખના વખતે આપણે પ્રભુની ન્યાય પરાયણતા અને દયાળુ સ્વભાવ પર વધુ વિશ્વાસ રાખવો જોઇએ. જેથી આપણે મુશ્કેલીમાં ગભરાશુ નહી અને એ મુશ્કેલી દુર થશે. ત્યાં સુધી ધીરજ રાખી શકીશું. સંતોષ માનવાનો શાસ્ત્રીય ઉપદેશ દુઃખદ પરિસ્થિતિઓ માટે જ હોય છે. ફરજ બજાવવામાં આળસ કરવી એને સંતોષ કહેવાય નહી. સંતોષના આધારે જ મુશ્કેલ પ્રસંગોનો અર્ધો ભારતો હલકો થઇ જાય છે.

પ્રેમ તણા પુષ્પહાર પ્રભુને પહેરાવશું

લાખ લાખ દિવડાની આરતી ઉતારશું

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:46 am IST)