Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

નાસાના મંગળ મિશનની 'જીનિયસ' ભારતીય મૂળની એરોસ્પેસ એન્જીનીયર અનિતા સેનગુપ્ત હવે બનાવશે સુપર સોનિક ટ્રેન

એક વેક્યુમ ટ્યૂબમાં ટ્રેન ચલાવવામાં આવી શકે છે : એક ક્રાંતિકારી પરિવહન વ્યવસ્થા હશે

વોશિંગ્ટન :નાસાના મંગળ મિશનની મહત્વપૂર્ણ સભ્ય અને જીનિયસમાં ગણના પામતી ભારતીય મૂળની એરોસ્પેસ એન્જીનીયર હવે સુપર સોનિક ટ્રેન બનાવશે મંગળ ગ્રહમાં મોકલાયેલ નાસાનાં ક્યૂરોસિટી રોવરને ત્યાં ઉતર્યે 5 વર્ષ થઇ ચુક્યા છે. બીજી તરફ જીવન હોવાની ભરપુર સંભાવના જોવા મળે છે. આ મિશનની એક મહત્વપુર્ણ સભ્ય ભારતીય મુળનાં એરોસ્પેસ એન્જીનિયર અનીતા સેનાગુપ્ત પશ્ચિમ બંગાળનાં રહેવાસી એક ભારતીય - અમેરિકી સાયન્ટીસ્ટ છે, જેણે નાસાની જીનિયસ  કહેવામાં આવે છે.

  આ અનીતા તે જ  છે, જેમણે બ્રહ્માંડમાં સૌથી ઠંડુ સ્થળ બનાવવા માટે નાસાનાં ભૌતિક પ્રયોગો પર કામ કર્યું. અનીતા સેનગુપ્તાએ દક્ષિણી કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં વિટરબી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગનાં એરોસ્પેસ અને મિકેનિકલ એન્જીનિયરિંગમાં સ્ત્રાતક છે, બીજી તરફ નાસાનાં એમ્પ્લોઇમાંથી એક નહી પરંતુ સ્ટાર એમ્પલોઇ છે. 

  અનીતા તે જ ટીમનાં મુખ્ય સિસ્ટમ એન્જીનિયર રહ્યા જેમણે ક્રાંતિકારી સુપરસોનિક પેરાશુટ સિસ્ટમ વિકસિત કરી, જે મંગળ વિજ્ઞાન પ્રયોગશાળાનાં લેન્ડિંગ દરમિયાન ગોઠવાયું હતું. કોલ્ડ એમટ લેબોરેટ્રી પ્રયોગશાળાનાં પ્રોજેક્ટ મેનેજર પણ રહ્યા અને હાલમાં પ્રતિબંધિત હાઇપરલોપ વનમાં સિસ્ટમ્સ એન્જીનિયરિંગનાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે એક સ્પોટ બનાવવા અંગે પણ કામ કર્યું, જે અંતરિક્ષમાં વેક્યુમથી 10 અબજ ગણું વધારે ઠંડુ હશે.

   એક વેક્યુમ ટ્યુબમાં 1123 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલવાની ક્ષમતા હશે. તમે કલાકોનાં બદલે કેટલીક મિનિટોમાં નિશ્ચિત સ્થળ સુધી પહોંચી શકશો. વર્જિનનાં હાઇપરલુપ વન પ્રોજેક્ટની આ વાત છે, જે ક્યારે પણ તેમનું લભ્યાંક નહોતી રહી. ટેસ્લા કંપનીનાં સહસંસ્થાપક એલન મસ્કે પહેલીવાર હાઇપરલુપનો આઇડિયા આપ્યો હતો. ત્યાર બાદ તેની સાથે જોડાયેલી ઘણી યોજનાઓ અંગે કામ ચાલુ થયું. આ પ્રોજેક્ટને ચાલુ કરનાર પણ અનિતા સેનગુપ્તા જ હતા. વિશ્વએ જોયું કે મેગ્નેટિક લોવિટેશન ટેક્નોલોજી (ચુંબકીય ઉત્તોલન ટેકનીક)ની મદદથી એક વેક્યુમ ટ્યૂબમાં ટ્રેન ચલાવવામાં આવી શકે છે અને આગામી સમયની એક ક્રાંતિકારી પરિવહન વ્યવસ્થા હશે

(12:26 am IST)