Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સોશિયલ મીડિયામાં ફિટનેસ ફીવર : મંત્રી કિરણ રિજિજુએ કરી દીધી 'ભાભીજી'' ને ફિટનેસ ચેલેન્જ !

પોતાનો પુશઅપ કરતો વિડિઓ સલમાનખાન અને ''ભાભીજી 'ને ફોરવર્ડ કર્યો

નવી દિલ્હી :સોશિયલ મીડિયામાં એકાએક ફિટનેસ વીડિયોની લાઇન લાગી ગઈ હતી.ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરીને લોકોને ફિટ અને તંદુરસ્ત બનવાની સલાહ આપવાની સાથે તેણે પોતાની ફિટનેસ દેખાડવાની ચેલેન્જ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, એક્ટર હૃતિક રોશન તેમજ બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલને આપી હતી. રાજ્યવર્ધન રાઠોડનું આ કેમ્પેઇન #HumFitTohIndiaFit  હેશટેગ સાથે સોશિયલ મીડિાય પર વાઇરલ થઈ રહ્યું છે. 

   આ કેમ્પેઇનના ભાગરૂપે જ ફિટનેસ ચેલેન્જ સાથે બોલિવૂડ, ખેલ જગત તેમજ રાજનીતિ સાથે જોડાયેલી વ્યક્તિઓએ પોતાના વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજૂએ પોતાના વીડિયોમાં ફિટનેસ ચેલેન્જ એક્ટર સલમાન ખાન તેમજ ટીવીની પ્રસિદ્ધ 'ભાભીજી' એક્ટ્રેસ સૌમ્યા ટંડનને ફોરવર્ડ કરી દીધી છે. 

  સૌમ્યા ટંડન 'ભાભીજી ઘર પર હૈં'માં અનિતા ભાભીના રોલમાં જોવા મળે છે. તે પોતાની ફિટનેસ માટે બહુ જાગૃત છે અને ઘણીવાર જોગિંગ કરતા જોવા મળે છે. તેણે આ ચેલેન્જ પુરી કરી છે. 

  'ભાભીજી ઘર પર હૈં'ની બીજી એક્ટ્રેસ શુભાંગી અત્રેએ પણ પોતાનો ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. 

   સોશિયલ મીડિયા પર લોકો રાજ્યવર્ધન સિંહની આ ચેલેન્જની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. લોકો ચેલેન્જના જવાબમાં ફોટો અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.

(1:05 am IST)