Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજીનામુ લઇ લેવાયું હોવાની સોશ્યલ મીડિયામાં થઈ રહેલ જોરદાર ચર્ચાઓનું ટ્વીટ કરીને કર્યું ખંડન : કાલે અમિતભાઇ શાહ સંભત: ગુજરાતમાં

 

નીતિનભાઈને સંગઠનમાં લઇ જવાશે તેવી પણ થઈ રહી છે જોરશોરથી સોશ્યલ મીડિયામાં ચર્ચા

ગાંધીનગરઃ નીતિન પટેલ અંગે વાયરલ થયેલા મેસેજ અંગે નીતિન પટેલે ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો દ્વારા મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકશાન કરવા માટે સોશિયલ મીડિયામાં ઉપજાવી કાઢેલા સમાચાર અને ખોટી પોસ્ટ મુકવામાં આવી રહી છે. આથી સર્વે શુભેચ્છકો, કાર્યકરો અને નાગરીકોને આવી અફવાઓ ન માનવા નમ્ર વિનંતી છે.

છેલ્લા કેટલાક  દિવસથી કેટલાક લોકો દ્વારા મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકશાન કરવા માટે સોશીયલ મીડિયામાં ઉપજાવી કાઢેલા સમાચાર અને ખોટી પોસ્ટ મુકવામાં આવી રહી છે. આથી સર્વે શુભેચ્છકો, કાર્યકરો અને નાગરીકોને આવી અફવાઓ ન માનવા નમ્ર વિનંતી છે.  

દરમ્યાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું આજે રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચાતી માહિતી મુજબ, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે રાજીનામું આપી દીધુ છે, કેટલાક  દિવસથી આવી અટકળોએ જોર પકડ્યું હતું. નીતિનભાઈને હવે સંગઠનમાં લઈ જવાશે તેવી પણ જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે, અને આવી પ્રવાહી રાજકીય પરિસ્થિતિને થાળે પાડવાના હેતુસર આવતીકાલે એટલે કે, તા 25 મેના રોજ કેન્દ્રીય ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ ગુજરાત આવી રહ્યા છે તેમ આધારભૂત સુત્રો થકી જાણવા મળી રહ્યું 

(12:12 am IST)