Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમેરિકામાં ભારતની ભાવિ પેઢીનો દબદબોઃ રાષ્‍ટ્રિય કક્ષાની સુપ્રતિષ્‍ઠિત ‘‘નેશનલ જીઓગ્રાફિક બિ'' સ્‍પર્ધાના પ્રથમ ત્રણે વિજેતા તરીકે ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ પ્રથમ વિજેતા વેંકટ રંજનને ૫૦ હજાર, દ્વિતીય વિજેતા અનૌષ્‍કા બુધ્‍ધિકોટને ૨૫ હજાર, તથા તૃત્રિય વિજેતા વિશાલ શેર્ડને ૧૦ હજાર ડોલરની સ્‍કોલરશીપ સાથે લાઇફ ટાઇમ મેમ્‍બરશીપ

વોશીંગ્‍ટન ડીસીઃ અમેરિકામાં વસતી ભારતની ભાવિ પેઢીના બાળકોએ તેમના બુધ્‍ધિધનનો પરચો દેખાડી દીધો છે. જે મુજબ ગઇકાલ ૨૩મે  ૨૦૧૮ના રોજ વોશીંગ્‍ટન ડીસીમાં યોજાયેલી ૩૦મી વાર્ષિક ‘‘નેશનલ જીઓગ્રાફિક બિ ૨૦૧૮''માં પ્રથમ ક્રમાંકના ત્રણે વિજેતાઓ તરીકે ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ ઉભરી આવ્‍યા છે.

પ્રથમ વિજેતા તરીકે કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ ૧૩ વર્ષીય વેંકટ રંજનએ સ્‍થાન હાંસલ કર્યુ છે. દ્વિતિય વિજેતા તરીકે ન્‍યુજર્સીના ૧૩ વર્ષીય અનૌષ્‍કા બુધ્‍ધિકોટ, તથા તૃત્રિય વિજેતા તરીકે જયોર્જીયા સ્‍થિત ૧૪ વર્ષીય સ્‍ડુડન્‍ટ વિશાલ શેર્ડએ સ્‍થાન મેળવ્‍યું છે.

પ્રથમ વિજેતા ચેમ્‍પીઅનને પચાસ હજાર ડોલર દ્વિતીય વિજેતાને પચીસ હજાર તથા તૃત્રિય વિજેતા સ્‍ટુડન્‍ટને દસ હજાર ડોલર સ્‍કોલરશીપ, ઉપરાંત નેશનલ જયોગ્રાફિક સોસાયટીના લાઇફ ટાઇમ મેમ્‍બરશીપ, તથા મેગેઝીન, અપાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:49 pm IST)