Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કેન્‍દ્રીય મંત્રીની ચેલેન્‍જ ઉપાડી લેતા રિતિક રોશન વિવાદમાં ફસાયોઃ ટ્રાફિકની ધમધમતા વિસ્‍તારમાં સેલ્ફી લેતા પોલીસ ફરીયાદ

મુંબઇઃ મોદી સરકારના કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર પુશ-અપ્સ કરતો વીડિયો પોસ્ટ કરીને રિતિક રોશન, વિરાટ કોહલી અને સાઈના નહેવાલને ચેલેન્જ આપી હતી. જેમાં કોહલીએ ચેલેન્જ પૂરી કરીને વડાપ્રધાન મોદી, ક્રિકેટર ધોની અને પત્ની અનુષ્કા શર્માને ચેલેન્જ આપી છે. બીજી તરફ રિતિકે પણ રાજ્યવર્ધન સિંહ રાઠોડની ચેલેન્જ એક્સેપ્ટ કરી પણ રિતિક માટે આ ચેલેન્જે મુશ્કેલી ઉભી કરી દીધી છે.

ફિટનેસ ફ્રિક એક્ટર રિતિક રોશન ચેલેન્જ પૂરી કરવા માટે નીકળ્યો અને તેણે ચેલેન્જ પૂર્ણ કરીને વીડિયો પણ શેર કર્યો. આ વીડિયોમાં વિરાટ કોહલી સાઈકલ ચલાવી રહ્યો છે અને તેણે સાઈકલ ચલાવતો સેલ્ફી વીડિયો શેર કર્યો છે. રિતિક રોશને કોઈ શાંત જગ્યાના બદલે ટ્રાફિકવાળા રોડ પર જઈને પોતાની ચેલેન્જ પૂર્ણ કરી છે. આ ચેલેન્જ દરમિયાન તે કેટલીક ટિપ્સ પણ આવી રહ્યો છે.

રિતિકે સારા ઉદ્દેશ્ય સાથે ચેલેન્જ એક્સેપ્ટ કરીને કસરત કરવાનું શરું કર્યું, હવે આ ચેલેન્જ તેના માટે મુશ્કેલી બની શકે છે. લોકોએ વીડિયો પોસ્ટ થતાની સાથે જ રિતિકને ટ્રોલ કરવાનું શરુ કર્યું અને વાત છેક મુંબઈ પોલીસ સુધી પહોંચી ગઈ.

આ વીડિયોમાં રિતિક સેલ્ફી વીડિયો ઉતારી રહ્યો છે જેના કારણે સેફ્ટીનો સવાલ ઉભો થાય છે. આ વીડિયોમાં રિતિકની આસપાસમાંથી ઝડપથી અન્ય વાહનો પસાર થતા દેખાય છે. રિતિકનો આ વીડિયો જોઈને એક યુઝરે મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું, “આ ટ્રાફિકના નિયમોનો ભંગ છે. મુંબઈ પોલીસ હવે તમે શું કરશો?” આ યુઝરે રિતિકને સાઈકલ ખુલ્લી જગ્યામાં ચલાવવાની સલાહ પણ આપી.

યુવકે કરેલા ટ્વિટ પર મુંબઈ પોલીસે ગંભીરતા બતાવી અને તરત ટ્વીટર યુઝરને ટ્વીટના રિપ્લાયમાં કહ્યું, “અમારી સાથે લોકેશન માહિતી શેર કરો, જેથી અમે લાગતા-વળગતા ટ્રાફિક વિભાગને જાણ કરીએ.

કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે રિતિક રોશન સહિત બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલ, ક્રિકેટ વિરાટ કોહલી અને અભિનેતા રિતિક રોશનને ચેલેન્જ આપી હતી. અહીં ચેલેન્જ પૂર્ણ કરવામાં રિતિકની મુશ્કેલીઓ વધી છે. આ ફિટનેસ અપિલ વિશ્વ યોગ દિવસની તૈયારી રુપે કરાઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

twitter video link : https://twitter.com/iHrithik/status/998959071020617734

(9:06 am IST)