Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

રેલવે તંત્ર દ્વારા યાત્રિકો માટે નવી સુવિધાઃ ટિકિટ કન્‍ફર્મ નહીં થઇ હોય તો પણ અન્ય ટ્રેનમાં કન્‍ફર્મ ટિકિટ મળી જશે

નવી દિલ્‍હીઃ ટ્રેનમાં સફર કરનારાઓ માટે ખુશીના સમાચાર છે. ટિકિટ કન્ફર્મ થવાની રાહ જોનારા મુસાફરો માટે રેલવે દ્વારા ખાસ નવી યોજના શરૂ કરવામાં આવી છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે જો કોઇ કારણોસર ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હોય તો રેલવે આવા સંજોગમાં મુસાફરોને એક ઓપ્શન આપશે. જેમાં મુસાફર ટિકિટ કન્ફર્મ થવા માટે કોઇ વધારાનો ચાર્જ આપ્યા વિના મુસાફરી કરી શકશે. 

રેલવેની આ સુવિધાનું નામ વિકલ્પ આપવામાં આવ્યું છે. ટિકિટ કન્ફર્મ ન થાય તો આ સ્થિતિમાં રેલવે મુસાફરોને એક વિકલ્પ આપશે. જે અંતર્ગત આ સુવિધાનો લાભ આપવામાં આવશે. જો ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ ન થાય તો અન્ય ટ્રેનની કન્ફર્મ ટિકિટ આપવામાં આવશે. તમારે આ સુવિધાનો લાભ લેવો હોય તો ટિકિટ લેતી વખતે આ ઓપ્શન આપવાનો રહેશે. 

આ વિકલ્પ પસંદ કરવાનો અર્થ એ નથી કે તમને અન્ય કોઇ પણ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળી જ જશે. આ ટ્રેન અને સીટની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે. આ સુવિધા સાથે અન્ય કેટલાક નિયમો અને શરતો પણ છે. જેવા કે તમારે કયા સ્ટેશનથી ટ્રેન પકડવાની છે અને ક્યાં જવાનું છે. અન્ય ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવા માટે આ બદલાઇ પણ શકે છે.  

વિકલ્પ યોજના તમામ ટ્રેન અને ક્લાસમાં લાગુ કરાઇ છે. આ સ્કિમ વેઇટિંગ લિસ્ટમાં સામેલ તમામ મુસાફરો માટે છે. ભલે એમની ટિકિટ કોઇ પણ ક્વોટામાંથી બુક કેમ ન થઇ હોય. આ યોજના અંતર્ગત મુસાફ એક વખતે પાંચ ટ્રેનનો વિકલ્પ આપી શકે છે. આ સુવિધા માત્ર એવા મુસાફરો માટે કે જેમણે વેઇટિંગમાં ટિકિટ બુક કરાવી હોય અને ચાર્ટ બન્યા બાદ પણ એમનું નામ વેઇટિંગ લિસ્ટમાં જ હોય. 

જો મુસાફરને કોઇ અન્ય ટ્રેનમાં સીટ મળે છે તો આ માટે એણે અન્ય કોઇ વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. આ યોજના અંતર્ગત મુસાફરને જો અન્ય ટ્રેનમાં ટિકિટ મળે તો પછીએ ફરી આ ટ્રેનમાં મુસાફરી કરી શકતો નથી. 

મુસાફરો જો ઇચ્છે તો જે વૈકલ્પિક ટ્રેનમાં ટિકિટ મળી છે. ચાર્ટ બન્યા બાદ ફરી એકવાર પોતાના પીએનઆરથી ફરી એકવાર સીટ અને કોચને કન્ફર્મ કરી લો. જો બીજી ટ્રેનમાં સીટ મળી ગયા આ ટ્રેનમાં મુસાફરી નહીં કરી શકાય. જો બીજી ટ્રેનમાં સીટ મળ્યા બાદ મુસાફર જો એમાં મુસાફરી નથી કરતો તો તે ટીડીઆર અંતર્ગત માધ્યમથી રિફંડ ક્લેમ કરી શકાય છે. 

-----------------------------------------------

(12:00 am IST)