Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવથી રોષનો ભોગ બનેલ મોદી સરકાર હવે ભાવ ઘટાડવાની તૈયારીમાંઃ બે રૂપિયા સુધીનો ભાવ ઘટે તેવી શક્યતા

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલની વધતી જતી કિંમતને લઈ રોષનો ભોગ બનેલ મોદી સરકાર હવે લોકોને રાહત આપવાના ઈરાદાતી ઓનજીસી તેલ ઉત્પાદક કંપનીઓ પર ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. સરકારના આ પગલાથી પેટ્રોલ-ડિઝલના ભાવ બે રૂપિયા સુધી ઓછા થઈ શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક થઈ હતી, ત્યાર બાદ સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, તે આ મુદ્દા પર લોન્ગ ટર્મના સોલ્યુશન પર કામ કરી રહી છે.

સાથે આ બેઠક સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, ભારતીય તેલ ઉત્પાદક કંપનીએ માટે કાચા તેલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધીની સિમિત કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે, જો આ યોજના અમલમાં લાવવામાં આવે તો ભારતીય ઓઈલ ફિલ્ડથી તેલ નિકાળીને તેને આંતરરાષ્ટ્રીય ભાવે વેચતી તેલ ઉત્પાદક કંપનીઓ જો 70 ડોલર પ્રતિ બેરલના ભાવ કરતા વદારે ભાવથી તેલ વેચે છે, તો તેમણે પોતાની આવકનો કેટલોક ભાગ સરકારને આપવો પડશે.

આ સિવાય સરકાર ગ્રાહકોને રાહત આપવા માટે એક્સાઈઝમાં થોડો ઘટાડો કરી શકે છે. આ સિવાય રાજ્યોને પણ વેટ અને સેલ્સ ટેક્સ ઓછો કરવા માટે કહેવામાં આવી શકે છે. પેટ્રેલની વધતી જતી કિંમતથી પરેશાન લોકોને આ પગલાથી થોડી રાહત મળી શકે તેમ છે.

સૂત્રોએ જણાવ્યું કે, સરકાર આ મામલામાં આગળના સમયમાં કોઈ આલોચનાથી બચવા માટે સરકારી અને પ્રાઈવેટ બંને પ્રકારની પેટ્રોલ ઉત્પાદક કંપનીઓ પર સેસ લગાવવાનું વિચારી રહી છે.

દુનિયાના કેટલાક વિકસિત દેશોમાં તેલ ઉત્પાદક કંપનીઓ પર આ રીતના ટેક્સ લગાવવામાં આવી રહેલ છે. બ્રેટને 2011માં ઉત્તરી સાગરથી નીકળી રહેલ પેટ્રોલ અને ગેસ પર આજ રીતનો ટેક્સ લગાવી 75 ડોલર પ્રતિ બેરલનો ભાવ નક્કી કર્યો ચે. જ્યારે વર્ષ 2008માં જ્યારે તેલની કિંમતમાં ઉછાળો હતો, ત્યારે ભારતમાં પણ આવા ટેક્સનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, પરંતુ કેયર્ન ઈન્ડીયા જેવી પ્રાઈવેટ કંપનીઓ તરફતી બારે વિરોધના કારણે તેના પર નિર્ણય લેવામાં આવી શક્યો ન હતો.

(8:59 am IST)