Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ચોથા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં 360 ઉમેદવારો કરોડપતિ :કમલનાથના પુત્ર નુકુલનાથ સૌથી આમિર

ભાજપ અને કોંગ્રેસના 57 ઉમેદવારો પૈકી 50 કરોડપતિ :શિવસેના અને સાપના અડધાથી વધુ ઉમેદવારો અમીર

નવી દિલ્હી ;ચોથા તબક્કાની લોકસભા ચૂંટણીમાં ઉભેલા 360 ઉમેદવારો કરોડપતિ છે એડીઆરના અહેવાલ મુજબ ચોથા તબક્કાના કુલ 943 ઉમેદવારો પૈકી 360 ઉમેદવારો એવા છે કે જેમની સંપતિ એક કરોડથી વધુ છે. જ્યારે કે ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.95 કરોડ રૂપિયા છે. મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન કમલનાથના પુત્ર નકુલનાથ ચોથા તબક્કાના સૌથી અમીર ઉમેદવાર છે. નકુલનાથે 660 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

    એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરે લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની આવક અને સંપત્તિ અંગે રસપ્રદ વિશ્લેષણ કર્યું છે. એડીઆરના અહેવાલ મુજબ કુલ 943 ઉમેદવારો પૈકી 360 ઉમેદવારો એક કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  ભાજપના કુલ 57 ઉમેદવારો પૈકી 50 ઉમેદવારોની સંપત્તિ 1 કરોડથી વધારે છે. જ્યારે કે કોંગ્રેસના પણ 57 પૈકી 50 ઉમેદવારો કરોડપતિ છે. બસપાના કુલ 54 પૈકી 20 ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે કે શિવસેનાના 21માંથી 13 ઉમેદવારોની સંપત્તિ 1 કરોડથી વધારે છે. બીજી તરફ સપાના 10માંથી 8 ઉમેદવારો કરોડપતિ છે.

(10:51 pm IST)