Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પીએનબી કિટી સર્વિસને બંધ કરવાનો નિર્ણય થયો

કિટી ડિજિટલ વોલેટથી ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન : ૩૦ એપ્રિલ સુધી વોલેટમાં પડેલા પૈસા ખર્ચ કરી નાંખવા અથવા તો રૂપિયા ટ્રાન્સફર અન્ય ખાતામાં કરવા સૂચના

નવી દિલ્હી, તા. ૨૫ : પંજાબ નેશનલ બેંક ૩૦મી એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ પીએનબી કિટીને બંધ કરવાની તૈયારીમાં છે. પીએનબી કિટી એક ડિજિટલ વોલેટ છે જેના મારફતે ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. આમા કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને ઓનલાઈન ખરીદી કરવાની બાબત પણ સામેલ છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેંકિંગની જગ્યાએ પીએનબી કિટીથી પેમેન્ટ કરવામાં આવી શકે છે. આમા નેટ બેંકિંગના પાસવર્ડ અથવા તો કાર્ડની માહિતી કોઇની સાથે પણ શેયર કરવામાં આવતી નથી. પીએનબીના મોબાઇલ વોલેટ પીએનબી કિટીને હવે બંધ કરવામાં આવનાર છે. પીએનબીએ આ કિટીના યુઝરોને કહ્યું છે કે, તેઓ પોતાના વોલેટમાં પડેલા પૈસા ૩૦મી એપ્રિલ સુધી ખર્ચ કરી કાઢે અથવા તો આઈએમપીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લે. કારણ કે, બેંકે આ કિટીને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પીએનબી કિટી મારફતે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન ૩૦મી એપ્રિલ સુધી કરવામાં આવી શકે છે. જો બેલેન્સ ઝીરો હોય તો જ યુઝરો વોલેટ એકાઉન્ટને બંધ કરાવી શકે છે. જો બેલેન્સ ઝીરો નથી તો યુઝરો નાણા ખર્ચ કરી શકે છે અથવા તો આઈએમપીએસ મારફતે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. મોબાઇલ નંબર મારફતે વોલેટ-વોલેટ ટ્રાન્સફરની સુવિધા આમા મળે છે. આઈએમપીએસ મારફતે નાણાં ટ્રાન્સફર થાય છે. આની સાથે ક્યુઆર કોડથી પણ પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. મોબાઇલ રિચાર્જ અને ડિટીએચ સેવા માટે પણ પૈસા ચુકવી શકાય છે. આને બંધ કરવા માટે કેટલાક હેતુ રહેલા છે.

(10:16 pm IST)