Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

''જય શ્રી રામ'': અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા લોસ એન્જલસ સ્થિત હિન્દુ મંદિરોમાં ઉજવાઇ ગયેલો ''રામનવમી ઉત્સવ'': શ્રી ગાયત્રી મંદિર એનાહેમ, ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર આર્ટીશિયા, શ્રી રાધાકૃષ્ણ મંદિર નોર્વોક તથા શ્રીનાથજી હવેલી અર્વાઇન ખાતે રામજન્મના દર્શન કરી ભકતો ધન્ય બન્યા

કેલિફોર્નિયાઃ અમેરિકા-કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવેલા હિન્દુ મંદિરોમાં રામનવમી ઉત્સવ ધામધૂમથી ઉજવાઇ ગયો.

શ્રી ગાયત્રી મંદિર, એનાહેમ, ISSO સ્વામિનારાયણ મંદિર, આર્ટીશિયા, શ્રી રાધાકૃષ્ણ મંદિર, નોર્વોક, તથા શ્રીનાથજી હવેલી અર્વાઇન ખાતે રામનવમીની ઉજવણી ખૂબ જ શ્રધ્ધા પૂર્વક કરવામાં આવી.

રામનવમી અને રવિવારનો સમન્વય થવાથી ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. વિવિધ મંદિરોમાં ભગવાન રામજીના જન્મોત્સવને વધાવવા માટે જુદા જુદા આયોજનો સાથે પારણાં (પલના) દર્શનનો લાભ શ્રધ્ધાળુઓએ માણ્યો હતો. મંદિરોની વિવિધ ફુલ રોશનીથઈ સજાવટ કરવામાં આવી હતી. બપોરના સમયે જન્મોત્સવ સાથે પલના દર્શન, આરતી, ભજન, રામધૂનની રમઝટ સાથે ભાવિકો ભકતો રામ જન્મોત્સવમાં આનંદપૂર્વક સહભાગી બન્યા હતા. જે અંગેની માહિતી પ્રતિનિધિઓ શ્રી હર્ષદરાય શાહ, શ્રી ગુણવંતભાઇ પટેલ દ્વારા વિવિધ મંદિરોની મુલાકાત લઇ મેળવાઇ હતી.

અર્વાઇ ખાતે નવી સ્થપાયેલ શ્રીનાથજી હવેલીમાં પણ બપોરના રામજન્મ મહોત્સવ અનેરી રીતે ઉજવાયો હતો. જત આ હવેલીના સ્થાપક શ્રીમતિ હંસાબેન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યાજી પ.ભ.શ્રી પંકજભાઇએ રામ ભગવાન વિષે પ્રેરક પ્રવચન આપીને પુષ્ટિ સંપ્રદાયમાં તેમનુ અદકેરૂ સ્મરણનું મહત્વ સમજાવેલું રામાયણના વિવિધ પ્રસંગો જેમ કે શિલ્પમાંથી અહલ્યા બનવું, (ચરણ સ્પર્શ) રામનામ લખેલા પત્થરોનું સમુદ્દમાં તરવું, (રામ સેતુ) શબરીના એઠા બોર, (ભાવનાના ભૂખ્યા ભગવાન) સાંકેત ગમન (ભકતોને પણ સાથે રાખ્યા) જેવા દૃષ્ટાંતોથી ભકતો ભાવવિભોર બન્યા હતા. બાદમાં સુશ્રી નેહા બહેને, તેમની આગવી શૈલીમાં ભજનોની રસલહાણ પીરસીને વાતાવરણને ભકિતમય  બનાવ્યું હતું. આમ બધા જ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રામજન્મોત્સવ મનાવવામાં આવેલ. તેમજ દરેક મંદિરોમાં ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસાદ આરોગીને ભકતો ભગવાનશ્રી રામચંદ્રના આશિર્વાદ મેળવી કૃતસ થયા હતા. તેવું શ્રી કાંતિભાઇ મિસ્ત્રી, કેલિફોર્નિયાના તસવીર સૌજન્ય થકી શ્રી હર્ષદરાય શાહના અહેવાલ દ્વારા જણાવાયું છે.

(7:56 pm IST)
  • રાજકોટમાં પ્રદુષણનો પારો ભયજનક સ્તરેઃ અલ્ટ્રા વાયોલેટ કિરણોનું પ્રમાણ રેકર્ડબ્રેક : શહેરના કિશાનપરા, આજી ડેમ, રેસકોર્ષ, જિલ્લા પંચાયત, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં અલ્ટ્રા વાયોલેટ કિરણોનું પ્રમાણ ૮થી ૧૦ : મ્યુ. કોર્પો.ના આઇ-વે પ્રોજેકટમાં વિગતો નોંધાઇ access_time 3:47 pm IST

  • રાત્રે દિલ્હીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની 26 ગાડીઓ પહોંચી :દિલ્હીની ઝિલમિલ ઈન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલની ફેકટરીમાં ભયાનક આગ ;દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ access_time 1:09 am IST

  • CJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST