Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વારાણસી ચૂંટણી

મોદી સામે જંગમાં ઉતરનાર અજય રાય મુળ ભાજપના છે : સપામાં જઇ ''સાયકલ'' પણ દોડાવી ચુકયા છે

૨૦૦૯માં સપામાંથી લડેલા અને હાર્યાઃ ૨૦૧૪માં કોંગ્રેસમાંથી હારેલઃ એક વખત અપક્ષ ધરાસભ્ય અને ૩ વખત ભાજપના ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે : બાહુબલી તરીકે પ્રખ્યાતઃ પોલીસ ચોપડે હીસ્ટ્રીસીટરઃ તેમના મોટાભાઈની હત્યા થયેલઃ અનેક કેસો

પ્રયાગરાજઃ વારાસણીથી છેલ્લે સુધી કોંગ્રેસના મહાસચીવ પ્રિયંકા ગાંધી ઉમેદવાર હોવાની વાતો વચ્ચે અચાનક આજે કોંગ્રેસે ફરીથી ૨૦૧૪ના ઉમેદવાર અજય રાય ઉપર પંસદગી ઉતારી છે.

 અજય રાય ૨૦૧૪માં પણ કોંગ્રેસના ઉમેદવાર હતા અને નરેન્દ્રભાઇ ટીકીટ ઉપરથી સતત ત્રણ ટર્મ કોલસલા બેઠકથી ધારાસભ્ય રહયા હતા. ૨૦૦૯માં તેઓ સમાજવાદી પાર્ટીની ટીકીટ ઉપર લોકસભા લડયા હતા પણ હારનો સામનો કરવો પડેલ. જો કે તેઓએ  ૨૦૦૯ની ધારાસભામાં અપક્ષ તરીકે ઝુંકાવ્યું હતુ અને જીત્યા હતા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાય ગયેલ.

વારાણસી બેઠક ઉપરથી ધારાસભ્ય રહી ચુકેલ અજયે પોતાની રાજકીય કારર્કીર્દીની  શરૃઆત ૧૯૯૬માં ભાજપના ધારાસભાના ઉમેદવાર તરીકે કરેલ અને તેઓ જાયન્ટ કીલર સાબીત થયેલ. તેમણે ૧૯૯૬માં ૯ વખત ધારાસભ્ય રહી ચૂકેલ ઉદાલને હરાવેલ. ત્યારબાદ તેઓ સપામાં સામેલ  થયેલ. અંતે કોંગ્રેસમાં ભળી ગયા હતા અને ૨૦૧૨માં ધારાસભ્ય પણ બન્યા હતા.

ગત લોકસભામાં લડેલા અજય રાયે નરેન્દ્રભાઇને વારાણસી બહારના અને અરવિંદ કેજરીવાલને ભગોડા કહી દાવ અજમાવ્યો હતો. પણ તેમનો આ દાવ સફળ ન થયેલ તેમને ફકત ૭૫ હજાર મતો જ મળ્યા હતા. વારાણસીમાં બેઠકનું મતદાન છેલ્લા સાતમાં તબકકામાં યોજાનાર છે. અહિંયા બ્રાહ્મણ, વૈશ્ય અને કુર્મી, અઢી લાખ બ્રાહ્મણ, ત્રણ લાખ મુસલમાન, ૧ લાખ ૩૦ હજાર ભુમિહાર , ૧ લાખ રાજપુત, પોણા બે લાખ યાદવ, ૮૦ હજાર ચૌરસીયા, એક લાખ દલીત અને લગભગ ૧ લાખ આસપાસના ઓબીસી મતદારો છે. અજય રાયનો જન્મ વારાણસીમાં થયો છે. તેના પિતા સુરેન્દ્ર રાય અને માતાનું નામ પાર્વતી દેવી રાય છે. તેઓને સ્થાનિક લેવલે ''બાહુબલી'' તરીકે ઓળખવામાં આવે છે અને ચેતગંજ પોલીસ મથકમાં હિસ્ટ્રીસીટર તરીકે ગુન્હેગાર તરીકે નોંધાયેલ છે.

૧૯૯૪માં તેમના મોટાભાઈ અવધેશ સીંઘની મુખ્તાર અન્સારી અને ગેંગે હત્યા કર્યા પછી તેઓ બ્રીજેશ સીંઘ અને ત્રિભુવન સીંઘની ગેંગમાં જોડાઈ ગયેલ. ૧૯૮૯ પછી સંખ્યાબંધ ગુન્હાઓમાં સંકળાયેલ છે.

વારાવણસીના ડેપ્યુટી મેયર અનિલ સીંઘ ઉપર હુમલામાં તેમનું નામ આરોપી તરીકે છે. અનિલ સીંઘની જીપ ઉપર અજય રાય અને અન્યોએ ફાયરીંગ કર્યા હતા. પાછળથી આ કેસમાં અજય રાજને છોડી મૂકવામાં આવેલ.

(4:06 pm IST)