Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

૪૮ કલાકમાં તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી : જો તોફાન આવે તો વાવાઝોડાનું નામ 'ફાની' અપાશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાં હવાનું ઓછું  દબાણ ઉભું થવાને કારણે દક્ષિણના રાજયોમાં  વરસાદ અને તોફાન આવી શકે છે.

આજે હિન્દ મહાસાગર અને તેની બાજુમાં આવેલી બંગાળની ખાડીના દક્ષિણ-પશ્યિમ ભાગમાં ઓછું દબાણ વિકસિત થવાની સ ંભાવના છે.

હવામાન વિભાગે ભારતના દક્ષિણ રાજય તામિલનાડુ અને પુડ્ડુચેરીમા ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમા ઉત્ત્।ર ભારતના મેદાની વિસ્તારોમાં પણ આ ંધી-તોફાન સાથે હળવા વરસાદની સ ભાવના વ્યકત કરી છે. તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં દબાણ વધવાથી જો અહીં તોફાન આવે છે તો તેને 'ફાની' નામ આપવામાં આવશે.

(4:05 pm IST)