Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ભયાનક લૂ સાથે દિલ્હી-એમપી-મ.પ્રદેશ-રાજસ્થાનમાં ખતરનાક આંધી તુફાનઃ એલર્ટ

નવીદિલ્હી, તા.૨૫: દેશભરમાં હવામાનના અલગ અલગ રૂપ જોવા મળી રહ્યા છે. એક બાજુ કાશ્મીરમાં યાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્ત્।ીસગઢમાં ખતરનાક આંધી અને લૂ ફંકાવાની આશંકા હવામાન વિભાગ દ્રારા વ્યકત કરવામાં આવી છે. બીજી બાજુ દક્ષિણના રાય તામીલનાડુમાં ભયાનક ચક્રવાતની ચેતવણી જારી કરી દેવામાં આવી છે.

પશ્ચિમોત્ત્।ર ભારતના રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો ગરમ હવાની ઝપટમાં આવી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં લૂ સાથે ધૂળભરેલી આંધી પણ ફંકાઈ શકે છે. ઉત્ત્।રી રાયોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.

દરમિયાન ચેન્નાઈના હવામાન વિભાગે આશંકા વ્યકત કરતાં કહ્યું છે કે ૨૫ એપ્રિલથી બંગાળની ખાડીમાં દક્ષિણ પિમમાં હલ્કું દબાણ બની શકે છે. આ કારણથી ચક્રવાત ઉભું થશે અને તેની તીવ્રતા લગભગ ૨૭ એપ્રિલથી વધશે. આ કારણથી તામીલનાડુ અને પોંડીચેરીના કાંઠાળા વિસ્તારોમાં ૨૯ એપ્રિલથી ભારે વરસાદ પણ પડી શકે છે. આ તોફાન ૨૯ અને ૩૦ એપ્રિલે મધ્ય અને બંગાળની પૂર્વેાત્ત્।ર ખાડી સાથે જોડાયેલા વિસ્તારોમાં ફંકાશે.

(3:51 pm IST)