Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

શ્રીનગર ખાતે પીપલ્સ કોન્ફરન્સના નેતાને ત્યાં આઇ.ટી.તૂટી પડયું

શ્રીનગર, તા.૨પઃ આવક વેરા વિભાગના જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના નેતાને ત્યાં દરોડા

જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના નેતા ઈમરાન રજા અંસારીના ઠેકાણા પર આવક વેરા વિભાગે દરોડા પાડ્યા. આઈટી વિભાગે આ દરોડો શ્રીનગરમાં આવેલા કરનનગર વિસ્તારમાં પાડ્યા. તો બીજી તરફ આઈટીની બીજી ટીમે ઈમરાન અંસારીના ભાઈ સઈદ અર્શીદ હુસેનના ઘરે પણ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.

ઈમરાનની શ્રીનગરમાં આવેલી એચડીએફસી બેંક પાસે આલમગિરી બજારમાં સંપત્તિ છે. મહત્વપૂર્ણ છે કે, ઈમરાન રજા અંસારી શ્રીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આઈટીના દરોડાથી રાજકારણ ગરમાયુ છે.

(3:50 pm IST)