Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો

અમેરિકાના નિર્ણય બાદ ઈરાનમાંથી તેલ આયાત પર પ્રતિબંધના લીધે આ અસર જોવા મળશે

નવી દિલ્હી તા. ૨૫ : ચૂંટણીના પરિણામો બાદ ઘરેલુ બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું નક્કી છે. અમેરિકાના નિર્ણય બાદ ઈરાનથી તેલ આયાત પર પ્રતિબંધના લીધે આ અસર જોવા મળશે. ભારત હાલમાં ઈરાનની સાથે ખાદ્ય સામગ્રી અને ઔષધિના બદલે વધુ પડતા કાચા તેલનું આયાત કરે છે. ,પરંતુ ૨ મે બાદ તેને અન્ય વીકલ્પો તરીકે રોકડ ચુકવણી કરવી પડે છે.

ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વિશ્લેષક આશુતોષ ઝાનું કહેવું છે કે હાલમાં ભારત વર્ષમાં અંદાજે ૮૦ અરબ ડોલરનું કાચું તેલ ઈરાન પાસેથી રોકડની ચુકવણી કર્યા વગર ખરીદી કરે છે. તેના બદલે ખાદ્ય સામગ્રી અને દવાઓની આપૂર્તિ કરવામાં આવી છે. અમેરિકાએ 'ફૂડ ફોર ઓઇલ' નીતિ હેઠળ જ ઈરાનને તેલ વેચવાની મંજૂરી આપી હતી.આ મેકેનિઝમના ખતમ થયા બાદ ભારતને અન્ય તેલ ઉત્પાદક દેશોની આપૂર્તિને સમજૂતી કરવી પડશે અને ચુકવણીનો વિકલ્પ પણ બદલી શકે છે.

ઇન્ડિયન ઓઈલના પૂર્વ અધિકારીએ જણવ્યું કે હાલમાં આયાત થનારા મધ્યમ અને ખરાબ ક્રૂડની રિફાઇનિંગ માટે પ્રમુખ રિફાઇનરીઓ નક્કી છે. નવી આયાત પર તેલની પ્રકારના આધાર પર રિફાઇનરી નક્કી કરવી પડશે. જેની કિંમત ઓછી અથવા તો વધુ હોય શકે છે. આશુતોષ ઝાએ જણાવ્યું કે દેશમાંથી તેલની આયાતની વધારવામાં આવશે. તેના પર નિર્ણય થવાનો બાકી છે.

(3:45 pm IST)