Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રાજ્યની ૨૬ બેઠકનું અંક ગણિત

ભાજપની ૨૦ બેઠક પર જીત, ૩-૩ પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકશ

એનાલિસિસ... રાજકીય વિશ્લેષકનાં મતે, TINA V/S RITA પર રાજ્યમાં ઐતિહાસીક મતદાન થયું : અવલોકન : પાટણ,બ.કાંઠા,અમરેલી પર કમળ ખીલી શકેઃ આણંદ,જુનાગઢ,સુરેન્દ્રનગર પંજાને મળી શકે

નવી દિલ્હી તા.૨૫: ગુજરાતમાં ગઇકાલે થયેલાં ઐતિહાસીક મતદાન TINA (ધેયર ઇઝનો ઓલ્ટરનેટિવ) V/S RITA (રાહુલ ઇઝ ધ ઓલ્ટરનેટિવ) પર થયું હોવાનું રાજકીય વિશ્લેષકનું તારણ છે. શહેર વિસ્તારની બેઠકો પર રાષ્ટ્રવાદના અન્ડરકરંટથી જ મતદાન વધારે થયું. જ્યારે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં નિરસ પ્રચાર વચ્ચે થયેલા જંગી મતદાને રાજકીય પંડિતોને પણ ચોંકાવ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં ગઇકાલે થયેલાં  મતદાન અંગે રાજકીય વિશ્લેષક, સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટના ડો.જયેશ શાહે જણાવ્યું કે, ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે કોઇ પણ પ્રકારની લહેર ન હોય ત્યારે મતદાન ૪૫ ટકાથી વધારે થતું નથી. ગુજરાતમાં મોરારજી, બાજપાઇ,સ્વતંત્ર પાર્ટી, રાજીવ ગાંધીની લહેર હતી, ત્યારે પણ આટલું ઊંચુ મતદાન થયું નથી. ગુજરાતના ઇતિહાસમાં રેકર્ડબ્રેક મતદાન ફકત ત્રણ જ લોકસભાની ચૂંટણીમાં થયું છે. ૧૯૬૭માં ૬૩.૭૭ ટકા, ૨૦૧૪માં ૬૩.૬૬ ટકા અને ૨૦૧૯માં ૬૩.૬૭ ટકા, મતદાનના અન્ડરકરંટથી ૨૦૧૪ની ચૂંટણી કરતાં ગઇકાલે ૦.૦૧ ટકા મતદાન વધારે થયું છે. આ અન્ડરકરંટ રાષ્ટ્રવાદનો છે કે કોંગ્રેસની ન્યાય યોજનાનો? તેનું ચિત્ર ૨૩મી મેના રોજ જ સ્પષ્ટ થશે. ગઇકાલે TINA (ધેયર ઇઝનો ઓલ્ટરનેટિવ) V/S RITA (રાહુલ ઇઝ ધ ઓલ્ટરનેટિવ) પર મતદાન થયું હોય તેવું મારૃં તારણ છે.

કોંગ્રેસને બહુમતી મળે તો રાહુલ ગાંધી જ વડાપ્રધાન પદના દાવેદાર, જ્યારે શાસક પક્ષમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી જ એક માત્ર વિકલ્પ છે. ગઇકાલના મતદાનનો અન્ડરકરંટ રાષ્ટ્રવાદનો હોય તો ભાજપને ૨૬માંથી ૨૬ બેઠક પુનઃ મળી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસને એક તરફી મત મળ્યા તેવુ પણ કહેવું મુશ્કેલ છે. ૨૬  બેઠકો પર મતદાનનો એક સરખો અન્ડરકરંટ દેખાયો નથી, કેટલીક જગ્યાએ ખેડૂતો અને જ્ઞાતીઓના પ્રશ્નોની સમસ્યા હતી. ગુજરાતની ૨૬ પૈકી ૨૦ બેઠક પર ભાજપને સફળતા મળી શકે છે. પાટણ, બનાસકાંઠા અને અમરેલી બેઠક ભાજપ માટે એડવાન્ટેજ  છે. આણંદ, જુનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક કોંગ્રેસ માટે એડવાન્ટેજ કહી શકાય તેવું રાજકીય વિશ્લેષક ડો.જયેશ શાહે ઉમેર્યુ હતું.

રાજકીય વિશ્લેષકના મતે મધ્ય ગુજરાતની પાંચ બેઠકનો ચિતાર

વડોદરાઃ ભાજપ આ બેઠક મોટી લીડથી સરળતાથી જીતી જશે ૨૦૧૪ની ચૂંટણીમાં મતદાન ૭૦.૯૪ ટકા નોંધાયું હતું. ગઇકાલે ૬૭.૬૦ ટકા મતદાન થયું. જેમાં અગાઉની ચૂંટણી કરતાં ૩ ટકાનો ફરક છે. ૨૦૧૪ની પેટા ચૂંટણીમાં ભાજપને કુલ મતદાનના ૭૧ ટકા અને કોંગ્રેસને ૨૭ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯માં ભાજપ આ બેઠક મોટી લીડથી સરળતાથી જીતી જશે.

છોટાઉદેપુરઃ હાલોલ-ડભોઇમાં જંગી લીડ નિકળે તો ભાજપની જીત સરળ

૨૦૧૪માં થયેલાં ૭૧.૭૧ ટકાની સરખામણીમાં વર્તમાન ચૂંટણીમાં ૭૩.૫૪ ટકા મતદાન થયું છે. છ ચુંટણીની સરખામણી કરીયે તો મતદાનમાં ૨ ટકાનો વધારો થયો છે. હાલોલ અને ડભોઇ ભાજપને કેટલી લીડ આપે છે? તેના પણ આધાર છે. જો જંગી લીડ હશે તો ભાજપની જીત સરળ બનશે. કોંગ્રેસને જીતવા માટે પાદરા અને જેતપુર.

પાવીમાં જંગી લીડ જોઇયે.

પંચમહાલઃ કોંગ્રેસ આ બેઠક પર ૧૮ ટકાનો ગાળો કાપે તે શકયતા ઓછી ૨૦૧૪માં ૫૯.૩૦ મતદાનની સરખામણીમાં વર્તમાન ચૂંટણીમાં ૬૧.૭૨ ટકા મતદાન થયું. જે અઢી ટકા વધારે છે. ૨૦૧૪માં ભાજપને ૫૪.૪૫ ટકા મત અને કોંગ્રેસને ૩૬ ટકા મત મળ્યાં હતા. કોંગ્રેસ આ બેઠક પર ૧૮ ટકાનો ગાળો કાપે તે શકયતા ઓછી છે. ત્રણ ટર્મથી બેઠક સતત ભાજપને ફાળે છે. પ્રભાતસિંહનું ડેમેજ કંટ્રોલ ભાજપ માટે લાભકારી.

દાહોદઃ ભાજપનો ૨૫ ટકા મતનો ગેપ કાપી જીત કોંગ્રેસ માટે મુશ્કેલ

૨૯૧૪ની ચૂંટણીમાં ૬૩.૮૫ ટકા મતદાન થયું જયારે ગઇકાલે ૬૬.૦૭ ટકા મતદાન નોંધાયું હતું. દાહોદ બેઠક પર લગભગ ૩ ટકા જેટલું મતદાન વધારે થયું. ૨૦૧૭માં ભાજપને કુલ મતદાનના ૫૬.૭૭ ટકા મત, જ્યારે કોંગ્રેસને ૩૧.૧૮ ટકા મત મળ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ૨૫ ટકાનો મતનો ગેપ છે. કોંગ્રેસ માટે આ ગેપ કાપી બેઠક જીતવી મુશ્કેલ છે.

ભરૂચ-છોટુ વસાવા કોંગ્રેસના ૧૫ ટકા મત કાપે તો સિધો ફાયદો ભાજપને

૨૦૧૪ની ચૂંટણીમાં ૭૪.૮૫ ટકા મતદાન થયું જે ગઇકાલે ૭૧.૭૯ ટકા નોંધાયુ હતું. બંને ચંુટણીના મતદાનની સરખામણીમાં મતદાન ૩ ટકા ઓછું થયું છે. છોટુ વસાવા કોંગ્રેસના લગભગ ૧૫ ટકા મત કાપશે. જેનો સિધો ફાયદો ભાજપને થઇ શકે છે. ૨૦૦૪,૨૦૦૯ અને ૨૦૧૪માં ભાજપ જ જીતી છે.

(3:45 pm IST)