Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રામકથા-સત્સંગ એ ગુણાતીત રંજનઃ પૂ. મોરારીબાપુ

રવાન્ડાના કિંગાલીમાં (આફ્રિકા) માં આયોજીત ''માનસ હનુમાના'' શ્રી રામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ, તા. રપ :  ''રામકથા-સત્સંગ'' સહિતનાં ધાર્મિક કાર્યોએ ગુણાતીત રંજન છે તેમાં કોઇપણ વ્યકિતઓ જોડાય શકે છે તેમાં કોઇપણ ભેદભાવ નથી હોતો'' તેમ પૂ. મોરારીબાપુએ દક્ષિણ આફ્રિકાના રવાંડામાં આયોજીત ''માનસ હનુમાના'' શ્રી રામકથામાં જણાવ્યું હતું. આજે શ્રી રામ કથાનો છઠ્ઠો દિવસ છે.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે પાંચમાં દિવસે કહ્યું હતું કે, દેશ-કાળ પ્રમાણે વેદને બ્રહ્મ સાથે જોડીને સરસ વાત કરી કે, વેદ એ બ્રહ્મ છે. શબ્દ અને બ્રહ્મનાં રૂપમાં -વાણીનાં રૂપમાં વેદવાણી એ સતયુગ માટે બ્રહ્મ છે. વાલ્મિકી રામાયણ એ ત્રેતાયુગનું બ્રહ્મ છે. શ્રીમદ્દ ભગવત ગીતા એ દ્વાપર યુગમાં બ્રહ્મ છે અને રામચરિત માનસ એ કળિયુગમાં બ્રહ્મ છે.પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, હનુમાનજી ૧થી લઇને ૧૧ અંક સુધીના સંપૂર્ણ સાંખ્ય છે. હનુમાનજી રામજીને કહે છે કે હું દાસબુદ્ધિથી તમારો દાસ છૂં, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું અને આત્મબુદ્ધિથી  જે તમે છો એ જ હું છું.  હનુમાનજી બ્રહ્મ છે. હનુમાનજી ગુરૂ છે. હનુમાનજી ઇશ્વર છે, ઇશ્વર એ ગીતાનાં ન્યાયથી હૃદયમાં રહે છે. હનુમાનજી પરમતત્વ છે. હનુમાનજી એક જ છે પણ એનામાં જુદી જુદી રીતે ૧૧ સાંખ્ય તત્વો જોડાયેલા છે. જેની બાપુએ વિસ્તારથી માહિતી આપી હતી.

(3:35 pm IST)