Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

લશ્કરી પોલીસમાં મહિલા ભરતી શરૂ! ૨૦ ટકા મહિલા ભાગીદારીઃ સિતારમણ

નવીદિલ્હી, તા.૨૫: ભારતીય સેનામાં સામેલ થવાના સપનાઓ જોઇ રહેલી મહિલાઓ માટે ખુશખબર છે. પ્રથમ વખત સેના પોલીસના જવાન તરીકે મહિલાઓની ભરતી માટે આજથી ઓનલાઇન અરજી મોકલવાની શરૂઆત થઇ ગઇ છે. સેનાના પ્રમુખ તરેકી બિપીન રાવતે જયારે કાર્યાભાર સંભાળ્યા બાદ તરત જ આ પરિયોજનાને શરૂ કરી દીધી હતી. જો કે હાલમાં જ રક્ષા મંત્રાલય દ્વારા લીલી ઝંડી મળી હતી.

કેન્દ્રીય રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણે ટવિટ કરી આ અંગેની જાણકારી આપી હતી. સીતારમણે કહ્યું હતું કે સેના પોલીસની કુલ સંખ્યામાં મહિલાઓની ૨૦ ટકા ભાગીદારી રહેશે. મહિલાઓની ભરતી પર્સનલ બિલો ઓફિસર રેન્ક (પીબીઓઆર) તરીકે કરવામાં આવશે.

સેના પોલીસમાં સામેલ થનાર મહિલાઓ દુષ્કર્મ, છેડછાડ જેવા મામલાોની તપાસ કરશે. સેના પોલીસનો રોલ સેનાની જગ્યાઓની સાથે કેન્ટોમેન્ટ ક્ષેત્રની દેખરેખ રાખવાનો હોય છે. સેના પોલીસ શાંતિ અને યુધ્ધના સમયે જવાનો અને તેમના સામાનની આવનજાવનનું સંચાલન કરે છે.

૮૦૦ મહિલાઓની સેના પોલીસમાં ભરતી કરવામાં આવશે. અત્યાર સુધીમાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ મેડિકલ, સિગ્નલ, એજયુકેશન અને એન્જિીનયરીંગ કોરમાં મહીલાઓની ભરતી કરવામાં આવે છે. જો કે હવે મહીલાઓને યુધ્ધમાં ભરતી કરવાને લઇને વિચાર કરવામાં આવી રહ્યો છે. રક્ષા રાજયમંત્રી સુભાષ ભામરેએ રાજયસભામાં જણાવ્યું હતું કે મહિલાઓની ભાગીદારી ૩.૮ ટકા છે. જયારે વાયુસેનામાં ૧૩.૦૯ અને નૌ સેનામાં ૬ ટકા મહિલાઓ સામેલ છે.

(3:33 pm IST)