Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મધ્યપ્રદેશની હાઇપ્રોફાઇલ સીટ પર ભાજપના સાંસદનું ઉમેદવારી ફોર્મ રદ

ભોપાલ,તા.૨૫: મધ્યપ્રદેશની હાઇપ્રોફાઇલ ભોપાલ સીટના હાલના સાંસદ આલોક સંજરનું ચૂંટણી ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. તેમની ઉમેદવારી ફોર્મ ભાજપના અધિકૃત ઉમેદવાર લખવાને કારણે રિજેક્ટ કરવામાં આવ્યું છે. આલોક સંજરે ભાજપના ડમી કેન્ડિડેટ તરીકે પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું.વાત એમ છે કે ભોપાલ લોકસભા સીટ પરથી સાધવી પ્રજ્ઞા ઠાકુર બાદ ભાજપના હાલના સાંસદ આલોક સંજરે ડમી ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભર્યું હતું. કારણ કે જો કોઇ કારણોસર પ્રજ્ઞા ઠાકુરના ચૂંટણી ફોર્મમાં કોઇ તકલીફ આવી હોત તો આ બેઠક પર ભાજપના કોઇ ઉમેદવાર રહે.આ મામલે કોંગ્રેસે નિવેદન આપતાં જણાવ્યું કે કોંગ્રેસ નેતા માનક અગ્રવાલનું કહેવું છે કે ભાજપ સાંસદ આલોક સંજરનું ચૂંટણી ફોર્મ રિજેક્ટ થવું સામાન્ય ઘટના છે. જ્યારે અધિકૃત ઉમેદવાર તરીકે સાધ્વીનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. એવામાં સાંસદ આલોક સંજરનું ફોર્મ રિજેક્ટ થવાનું નક્કી જ હતું.ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞા પર તેમના વિવાદિત નિવેદનોને કારણે આચાર સંહિત ઉલ્લંઘન મામલે ભોપાલના જિલ્લા ચૂંટણી અધિકારીએ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, સાધ્વીએ બાબરી મસ્જિદ ધ્વસ કરવા મામલે વિવાદિત નિવેદન આપ્યું હતું.

(3:32 pm IST)