Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

PNBની ૫ દિવસ બાદ બંધ થઇ જશે સર્વિસ : કરોડો ગ્રાહકો પર થશે અસર

નવી દિલ્હી તા. ૨૫ : જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો, તો તમારા માટે એક જરૂરી સમાચાર છે. હકીકતમાં પંજાબ નેશનલ બેંકે એક એવી સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે, જેની અસર કરોડો ગ્રાહકો પર પડવાની આશંકા છે.

PunjabNationalBank_reuters હકીકતમાં પંજાબ નેશનલ બેંકે ૩૦ એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ PNB Kitty ને બંધ કરવાની વાત કહી છે. પીએનબી કિટી એક ડિજિટલ વોલેટ છે. આના દ્વારા પંજાબ નેશનલ બેંકના ગ્રાહક ઈ-કોમર્સ ટ્રાંઝેકશન કરે છે. આ સીવાય ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગની જગ્યાએ પીએનબી કિટીથી પેમેન્ટ કરી શકાય છે. સરળ ભાષામાં સમજીએ તો આ પેટીએમ અથવા મોબિકિવક જેવું વોલેટ છે. આમાં નેટબેંકિંગનો પાસવર્ડ અથવા કોડની જાણકારી સહિતની વિગતો સુરક્ષિત રહે છે.

pnbkitty પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે તે પીએનબી કિટીમાં પડેલા પૈસા ૩૦ એપ્રિલ સુધી ખર્ચ કરીલો અથવા તો પછી IMPS દ્વારા પોતાના બેંક અકાઉન્ટમાં ટ્રાંસફર કરી લો. આનો અર્થ એ થયો કે જો તમે બેંકની વાત ન માની તો પછી ૩૦ એપ્રિલ બાદ વોલેટમાં પડેલા તમારા પૈસા ફસાઈ શકે છે. પીએનબી કિટી વોલેટ દ્વારા મોબાઈલ નંબર દ્વારા વોલેટ ટૂ વોલેટ ટ્રાંસફર સિવાય બેંક અકાઉન્ટમાં IMPS દ્વારા ટ્રાંસફરની સુવિધા આપવામાં આવે છે. Punjab_National_Bank_PNB1-770×433 આ સીવાય મોબાઈ, ડીટીએસ ટીવી રિચાર્જ, ઈ-કોમર્સ ટ્રાંઝેકશન અને યૂટિલિટી બિલ પેમેન્ટ ટ્રાંઝેકશન પણ કરી શકાય છે. આ સાથે જ કયૂઆર કોડ દ્વારા પણ પૈસા ટ્રાંસફર કરી શકાય છે. બેંક દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર જો વોલેટમાં બેલેન્સ ઝીરો છે તો અકાઉન્ટ બંધ થઈ જશે. જો વોલેટમાં બેલેન્સ બચ્યું છે તો યૂઝર તેને ખર્ચ કરી લે અથવા તો કોઈ અન્ય અકાઉન્ટમાં ટ્રાંસફર કરી લે. બેંકની આ સુવિધાની વિગતવાર જાણકારી https://www.pnbindia.in/PNB-Kitty.html આપ આ વેબસાઈટ પર જઈને મેળવી શકો છો.

(3:30 pm IST)