Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

દિલ્હી એરપોર્ટમાં વિમાનમાં ચાનક આગ ભભૂકી :મોટી દુર્ઘટના ટળી

સાન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઈટનું રીપેરીંગ કામ ચાલતું હતું ત્યારે પાછળના ભાગમાં લાગી આગ

નવી દિલ્હી :એર ઇન્ડિયાની આ ફલાઇટ B777-200 LR દિલ્લીથી અમેરિકાના સાન ફ્રાંસિસ્કો જઇ રહી હતી. જ્યારે એરપોર્ટ પર વિમાનમાં રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચનાક પાછળના ભાગમાં આગ લાગી ગઇ. જો કે રીપેરીંગના કારણોસર ફલાઇટમાં કોઇ પેસેન્જર બેઠા નહોતા.

 આ અંગે મળતી વિગત મુજબ દિલ્લીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર મોડી રાત્રે મોટી દૂર્ઘટના ટળી હયી એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં અચાનક આગ લાગી હતી ફલાઇટમાં ધુમાડો જોવા મળ્યો. જો કે સદ્દનસીબે જ્યારે વિમાનમાં આગ લાગી ત્યારે તેમાં રીપેરીંગનું કામ ચાલી રહ્યું હોવાના કારણે કોઇ યાત્રીઓ ફલાઇટમાં બેઠા નહોતા.

 વિમાનમાં રીપેરીંગ બાદ ફલાઇટને રવાના કરવાની હતી, જો કે આગ લાગી જતાં વિમાનની સેવા રદ્દ કરવામાં આવી.હતી 25 એપ્રિલના રોજ રવાના થનાર ફલાઇટ હવે રીપેરીંગ બાદ રવાના થશે.
દિલ્લીમાં  એરપોર્ટ પર ઉભેલી ફ્લાઈટમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દિલ્લી એરોપોર્ટ પર એર ઈન્ડિયાની સન ફ્રાન્સિસ્કો જઇ રહેલ બોઈંગ 777 ફ્લાઈટના ઓક્ઝીલરી પાવર યૂનિટમાં આગ લાગી હતી.  આગ લાગતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો

(1:53 pm IST)