Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમેરિકાએ H-1B વિઝા પોલીસી નિયમો કડક બનાવતા સોફ્ટવેર નિષ્ણાતોનો પ્રવાહ કેનેડા ભણી : 2019 ની સાલમાં કેનેડા સરકાર 3 લાખ 30 હજાર વિદેશી નિષ્ણાતોને વિઝા આપશે : " બિલ્ડીંગ એ નેશન ઓફ ઇનોવેટર્સ " નો હેતુ

બેંગલુરૂ  : અમેરિકાએ H-1B વિઝા પોલીસી નિયમો કડક બનાવતા સોફ્ટવેર નિષ્ણાતોનો પ્રવાહ કેનેડા ભણી ધસી રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી મુજબ 2018 ની સાલમાં કેનેડા સરકારએ 3 લાખ 10 હજાર વિદેશી નિષ્ણાતોને કાયમી રહેણાંક માટેના વિઝા આપ્યા બાદ હવે 2019 ની સાલમાં 3 લાખ 30 હજાર વિદેશીઓને કાયમી નિવાસ માટેના વિઝા આપવાની નેમ ધરાવે છે.જેનો હેતુ  " બિલ્ડીંગ એ નેશન ઓફ ઇનોવેટર્સ " છે.

કેનેડાની આ વિઝા પોલીસીનો લાભ લેવાવાળા વિદેશી નિષ્ણાતો પૈકી ત્રીજા ભાગના ભારતીય સોફ્ટવેર પ્રોફેશનલ્સ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)