Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બિન હિંદી રાજયોમાં પણ બીજેપીને સારા પ્રદર્શનની આશા

દક્ષિણી રાજયોની સાથે પૂર્વોત્તરમાં પણ કેસરિયો લહેરાવાની શકયતા

નવી દિલ્હી તા. ૨૫ : લોકસભા ચૂંટણીમાં બીજેપી ગેર હિન્દી ક્ષેત્રમાંમાં પણ સફળતાની આશા લગાવીને બેઠા છે.દક્ષિણી રાજયોની સાથે સાથે તેને ઓડિશા, પશ્યિમ બંગાળ, અને પૂર્વોત્ત્।રમાં પણ સારા પ્રદર્શનની આશા છે. પક્ષ પ્રદર્શન કેવું રહે છે. એ તો ચૂંટણીના પરિણામો દેખાડશે પરંતુ એ નક્કી છે કે પક્ષનો દાયરો આ ચૂંટણીમાં વધશે અને મતની ટકાવારી અંગે જોઈએ તેની ઉપસ્થિતિ અનેક રાજયોમાં મજબૂત રહેશે.

ગઈ લોકસભા ચૂંટણી સુધી બીજેપીની ઓળખ હિન્દી રાજયોની પક્ષના રૂપમાં હતી. પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં તેને તેમનો દાયરો વધાર્યો, પૂર્વોત્ત્।રથી માંડીને દક્ષિણી રાજયોમાં કામ કર્યું છે. પશ્યિમ બંગાળ અને ઓડિશા પક્ષે સક્રિયતા વધારી છે. આ રાજયોમાં પક્ષ હવે મુકાબલામાં દેખાઈ રહી છે. આ જ પ્રકારે કેરળ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, વગેરે રાજયોમાં કયાંક એકલા તો કયાંક ગઢબંધનની સાથે મેદાનમાં ઉતરી છે.

પૂર્વોત્તર રાજયોમાં અડધા ડઝનથી વધુ પક્ષોને ગઢબંધન કરીને બીજેપીએ ૨૫ સીટો પર દાવ લગાવામાં આવ્યો છે. વધુ પડતી સીટો પર તે ખુદ લડી રહ્યા છે. ત્યાં પક્ષ તેમનો આધાર મજબૂત કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પક્ષની આ રણનીતિ આવતા ચૂંટણીને પણ ધાયનમાં રાખીને બનાવામાં આવી રહી છે. ચૂંટણીના પરિણામો જે પણ રહ્યા અનેક રાજયોમાં બીજેપીની પકડ મજબૂત રહેશે. હિન્દી રાજયોની પક્ષની છબીથી બહાર નીકળવામાં સફળ રહ્યાની આશા છે.

(11:47 am IST)