Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બાલાકોટના નિશાના ઉપર લાગ્યા હતા ૬માંથી ૫ બોંબ

ભારતે એર સ્ટ્રાઈક વખતે ઈઝરાયલમાં બનેલા સ્પાઈસ-૨૦૦૦ બોંબનો ઉપયોગ કર્યો હતોઃ સચોટ ટાર્ગેટ હાંસલ થયા હતા

નવી દિલ્હી, તા. ૨૫ :. બાલાકોટમાં ભારતે કરેલા હવાઈ હુમલા દરમિયાન ભારતે ઈઝરાયેલમાં બનેલા ૬ સ્પાઈસ-૨૦૦૦ બોમ્બનો ઉપયોગ કર્યો હતો અને તેમાંથી ૫ બોંબે પોતાનો ટાર્ગેટ પાર પાડયો હતો. ૨૬મી ફેબ્રુઆરીના કરવામાં આવેલા હુમલાની સમીક્ષા રીપોર્ટમાં જણાવાયુ છે કે, ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમદના ટ્રેનીંગ કોમ્પ્લેક્ષ ઉપર સચોટ નિશાન લગાવવામાં આવ્યુ હતંુ. ભારતે જણાવ્યુ છે કે, ભારતીય વાયુ સેના પાકિસ્તાનની બોલતી બંધ કરવા માટે સંપૂર્ણપણે સફળ રહ્યુ હતું.

ઈન્ડીયન એરફોર્સે પોતાના રીવ્યુ રીપોર્ટમાં જણાવ્યુ છે કે, એ દિવસે કરેલી એર સ્ટ્રાઈકમાં જૈશના ટ્રેનીંગ કોમ્પ્લેક્ષનો બુકડો બોલી ગયો હતો. રીપોર્ટમાં એવુ પણ જણાવાયુ છે કે ટાર્ગેટ મેચીંગ માટે બહેતર હથીયારોનો પણ ઉપયોગ કરી શકાયો હોત.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન દરમિયાન ૬ ઇઝરાયેલી સ્પાઇસ ૨૦૦૦ બોંબનો ટાર્ગેટ હીટ કરવા પ્લાન કરાયો હતો. આમાથી પાંચે પોતાના ટાર્ગેટ હીટ કરી દીધા હતા અને બિલ્ડીંગને તોડી પાડ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમારે ૧-મિરાજ ૨૦૦૦ એર ક્રાફ્ટ પાછુ ન આવી શક્યું કારણ કે તે ૩૫ વર્ષ જૂનુ વિમાન હતુ અને તેના ઇન્ટરનલ નેવીગેશન સિસ્ટમમાં થોડી ખામી આવી હતી. એરફોર્સે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે ક્રિસ્ટલ મેઝ એજીએમ ૧૪૨ એમ્યુનેશનનો ટાર્ગેટ હિટ કરવા ઉપયોગ કર્યો હતો.

(10:31 am IST)