Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મોદી કાંડા પર શા માટે ઉંધી ઘડિયાળ બાંધે છે

નવી દિલ્હી તા. ૨૫ : પીએમ મોદીએ ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને આપેલ એક ખાસ ઇન્ટરવ્યૂમાં પોતાના સાથે જોડાયેલ વ્યકિતગત બાબતો શેર કરી છે. રાજનીતિ અને દેશની વાતોથી દૂર પીએમ મોદીએ પોતાના જીવન સાથે જોડાયેલ અનેક મુદ્દે વાત કરી છે.

તમે હંમેશા PM મોદીને ભાષણોમાં જોયા હશે, ત્યારે તેમના ડાબા હાથે પહેરેલી ઘડિયાળ હંમેશા ઊંઘી પહેરેલી હોય છે. તો જાણો પીએમ મોદી પોતાની કલાઈ પર ઊંધી ઘડિયાળ કેમ પહેરે છે. PM મોદીએ જણાવ્યું કે કોઈ મીટિંગમાં સમય જોવાની જરૂરત પડે તો વિરૂદ્ઘ દિશામાં હોવાથી સરળતાથી જોઈ શકાય છે.

તેમણે કહ્યું કે, કાંડા પર ઘડિયાળ સીધી હોય તો કાંડાને ફેરવીને સમય જોવો પડે છે. જેથી મીટિંગમાં બેઠેલા લોકોને પણ સારૂ ન લાગે. એટલા માટે હું ઘડિયાળને કાંડામાં ઉંધી પહેરૂ છું જેથી મીટિંગ દરમિયાન સમય પણ સરળતાથી જોઈ શકાય અને લોકોને તે જાણ પણ ન થાય.

(10:27 am IST)