Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પીએમ મોદીએ અનામતની વ્યવસ્થાને કરી નિષ્ક્રિય ;દેશને ગુમરાહ કરવા પ્રયાસ :માયાવતીનો આરોપ

સરકારી નોકરીઓમાં અનામત લાખો જગ્યાઓ ન ભરવા પર પીએમ મોદી પર હુમલો

નવી દિલ્હી :બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી પર અનામત વિશે મોટો હુમલો કર્યો હતો માયાવતીએ કહ્યુ કે પીએમ મોદી પછાત વર્ગને અપાતા અનામત મુદ્દે દેશને એમ કહીને ગુમરાહ કરી રહ્યા છે કે આને ખતમ ન કરી શકાય. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યુ કે આ તેમના માટે જુમલા સિવાય કંઈ નથી.

બસપા સુપ્રીમોએ હિંદીમાં કરાયેલ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યુ કે પીએમ શ્રી મોદી દ્વારા અનામત પર પણ દેશને ગુમરાહ કરવો પ્રયાસ ચાલુ છે કે આને ખતમ કરવામાં નહિ આવે જે વાસ્તવમાં તેમની એક જુમલાબાજી છે કારણકે કોંગ્રેસની જેમ એમના શાસનકાળમાં પણ એસસી-એસટી-ઓબીસી અનામતની વ્યવસ્થાને સંપૂર્ણપણે નિષ્ક્રિય તેમજ નિષ્પ્રભાવી બનાવી દેવામાં આવી છે, કેમ?

   માયાવતીએ સરકારી નોકરીઓમાં અનામત લાખો જગ્યાઓ ન ભરવા પર પીએમ મોદી પર હુમલો કરતા આગલા ટ્વીટમાં લખ્યુ કે આ ઉપરાંત દલિતો, આદિવાસીઓ તેમજ ઓબીસી વર્ગો માટે સરકારી નોકરીઓમાં અનામત લાખો પદોને ન ભરીને આ ઉપેક્ષિત વર્ગોના લોકોને હક મારવાનું કામ કેમ ભાજપની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા સતત કરવામાં આવી રહ્યુ છે? ભાજપ તેમજ પીએમ શ્રી મોદી પહેલા આનો પણ હિસાબ-કિતાબ આપે.

(12:00 am IST)