Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મમતા બેનર્જીનો સૂર્યાસ્ત હવે થઇ રહ્યો છે : વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દાવો કર્યો

મમતા બેનર્જીના ગઢ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી આક્રમક મૂડમાં રહ્યા : મમતા બેનર્જીનું સિન્ડિકેટ સિંહાસન હચમચી ઉઠતા અડચણો ઉભી કરવામાં આવી રહી છે : તેમની વિદેશી યાત્રાઓના પરિણામે દુનિયામાં ભારતનો ડંકો

બોલપુર, તા. ૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મમતા બેનર્જીના ગઢમાં આયોજિત રેલીમાં મોદીએ ફરીવાર સ્પીડ બ્રેકર દીદીનો ઉલ્લેખ કરીને આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે આ ચૂંટણીમાં તેમના શાસનના ખાત્માની પણ જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં વીરભૂમ જિલ્લાના બોલપુરમાં એક ચૂંટણી રેલીને મોદી સંબોધી રહ્યા હતા. આરેલીમાં મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સૂર્યાસ્તની શરૂઆત થઇ ચુકી છે. મતદાનના પ્રથમ ત્રણ તબક્કાથી આ બાબત સ્પષ્ટ થઇ ચુકી છે. મોદીએ નારો આપતા કહ્યું હતું કે, બંગાળમાં દરેક લોકો કહી રહ્યા છે કે, સિન્ડિકેટનું સિંહાસન હચમચી ઉઠ્યું છે. દીદીને સમજાઈ ગયું છે કે તેઓ જેટલી મુશ્કેલી ઉભી કરશે તેટલો જ ફાયદો ભાજપને વધારે થશે. રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ગુરુદેવે કલ્પના પણ કરી નહીં હશે કે બંગાળમાં એક દિવસે લોકોને પોતાના અધિકાર માટે ભીખ માંગવાની જરૂર પડશે. ટીએમસીના ગુંડાઓ ગુરુદેવના શાંતિ નિકેતનની શાંતિને ભંગ કરી રહ્યા છે. પોતાના ઉપર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આક્ષેપનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, મમતા દીદી કહે છે કે, ચા વાળાએ પાંચ વર્ષમાં માત્ર વિદેશ યાત્રા જ કરી છે પરંતુ તેઓ કહેવા માંગે છે કે આજે દુનિયામાં ભારતનો દમ દેખાઈ છે. આજે ભારતનો ડંકો છે. કારણ કે, તેમની વિદેશ યાત્રાઓના લીધે જ ભારતનો અવાજ બુલંદ થયો છે. પાંચ વર્ષ પહેલા સુધી કોઇપણ મુદ્દા ઉપર દુનિયાના સમર્થનને એકત્રિત કરવામાં ભારતના સાંસ ભુલી જતાં હતા. વિદેશી દેશો સાથે શાનદાર સંબંધોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે પહેલા જે દેશો ભારતને ઉંચી કિંમત ઉપર તેલ અને ગેસનું વેચાણ કરતા હતા. અમારી સત્તા આવ્યા બાદ જુની સરકાર દ્વારા જે કિંમતો નક્કી કરવામાં આવી હતી તેના કરતા પણ ઓછી કિંમતે ખરીદી કરી રહ્યા છીએ. અબુધાબીમાંથી મળી રહેલા સન્માનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, અમારા દેશમાં કેટલાક લોકો વધારે વિચારી શકતા નથી. અબુધાબીએ હાલમાં જ એક એવોર્ડની જાહેરાત કરી હતી પરંતુ હાલમાં જ અમે મુસ્લિમો માટે હજના ક્વોટાને વધારી દેવામાં સફળ રહ્યા છીએ. અમારા ૮૦૦થી વધારે ભારતીયો સાઉદી અરબમાં જેલમાં હતા. અમે રમઝાન મહિનાને લઇને તેમને છોડવા માટે અપીલ કરી હતી. ૧૨ કલાકની અંદર જ તેમને છોડવાનો નિર્મય લેવાયો હતો પરંતુ આ સમાચારો દબાઈ ગયા હતા. માત્ર મોદીના એવોર્ડના સમાચાર છવાયા છે. સ્પીડ બ્રેકર દીદીને દૂર કરવા માટે ચોકીદારને વધારે મજબૂત કરવાની જરૂર છે.

(12:00 am IST)