Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બિહારના હાજીપુરમાં લૂંટારૂઓ અઢી લાખ ભરેલ થેલો ઝુંટવવા માટે બાઇક પુરપાટ દોડાવતા યુવક ગંભીર

હાજીપુર : બિહારનાં હાજીપુરમાં હૃદયદ્રાવક ઘટના ઘોળેદિવસે ઘટી છે. બાઇક સવાર લુખ્ખા તત્વોએ એક યુવક પાસેથી અઢી લાખ રૂપિયા આંચકી લીધા અને યુવકને રોડ પર ઘસડ્યો હતો. બદમાશો પૈસા લઇને ભાગી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ધમધમાટ સ્પીડથી બાઇક એક યુવકને રોડ વચ્ચે ઘસડતી જઇ રહી છે.

બાઇક સવાર બદમાશોએ પૈસાનું બેગ યુવક પાસેથી છિનવી લીધું હતું પરંતુ યુવક બેગને છોડ્યું નહોતું. પોતાના પૈસા બચાવવા માટે તે બેગની સાથે લટકી ગયો. જો કે લુખ્ખા તત્વોએ પીછો છોડાવવા માટે ફુલ સ્પીડથી બાઇક ભગાવી મુક્યું હતું. યુવક ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાની માહિતી મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ કરવા લાગી છે. બાગમલી વિસ્તારની ઘટના છે. હાજીપુરના હાંધી ચોકની આઇસીઆઇસીઆઇ બેંકથી પૈસા ઉપાડીને યુવક પોતાનાં સસુરાલમાં જઇ રહ્યો હતો.

(12:00 am IST)