Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

જી- 20 સંમેલનમાં વિડીયો કોન્ફરન્સથી જોડાશે પીએમ મોદી: કોરોના પર બનશે એક્શન પ્લાન

કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વનો રોલ ભજવશે

 

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી કોરોના વાયરસ પર જી-20 સંમેલનમાં હાજરી આપશે. કોરોના સંક્રમણને કારણે વખતે સંમેલન વિડીયો કોન્ફરન્સથી થઈ રહ્યું છે આને જી-20 વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. વખતે જી-20 સંમેલનની આયોજનની જલવાબદારી સાઉદી અરબની છે

  વડાપ્રધાન  મોદીએ ટ્વીટ કર્યું કે, 'કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વનો રોલ ભજવશે.' વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ ગુરૂવારે મુદ્દા પર પ્રભાવી અને લાભકારી ચર્ચાની આશા કરી રહ્યાં છે. જી-20ની બેઠકમાં કોરોના વાયરસની અસર અને તેની સારવાર માટે વ્યાપક ચર્ચા થશે. જી-20 દેશ દરમિયાન પેકેજની જાહેરાત કરી શકે છે. જી-20 સંમેલનમાં 19 ઔદ્યોગિક દેશ અને યૂરોપિયન યૂનિયન હાજરી આપશે

(12:29 am IST)