Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

એ.સી.નો ઉપયોગ ટાળોઃ તાજી હવા ઘરમાં આવવા દોઃકોરોના સંકટ બાદ ગુડી પડવો મનાવીશુઃ ઉધ્ધવ

કેન્દ્ર દ્વારા નવી એડવાઈઝરીમાં ઉલ્લેખ કરાયાનું ઠાકરેએ જણાવ્યું

મુંબઈઃ કોરોના વાયરસની પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આંકડો ૬૦૦એ પહોંચવા આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧૨ જેટલા કેસો નોંધાયા છે.

દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરતા જણાવેલ કે એર કંડીશનર (એસી)નો ઉપયોગ ન કરો. કોરોના સંક્રમણથી બચવા બારીઓમાંથી તાજી હવા ઘરમાં આવવા દો. તેમણે ઉમેરેલ કે અમને કેન્દ્ર તરફથી આ નવી એડવાઈઝરી આપવામાં આવી છે. ઉપરાંત તેમણે દૈનિક જરૂરીયાતની વસ્તુઓ લેવા માટે અફડાતફડી અંગે પણ ઉધ્ધવજીએ જણાવેલ કે અમારી પાસે શાકભાજી, ચોખા અને અન્ય વસ્તુઓનો પુરતો ભંડાર છે, જેથી ચિંતાની જરૂરીયાત નથી. આ સંકટથી નિપટયા બાદ આપણે ગુડી પડવો મનાવીશું.

(3:39 pm IST)