Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

આંધ્રપ્રદેશ લોકસભા બેઠક ઉપરથી ઇન્ડિયન અમેરિકન ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ શ્રી ગાલ્લા જયદેવ ચૂંટણી લડશેઃ ૨૦૧૪ની સાલમાં TDPના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલા પર વર્ષીય શ્રી જયદેવને રીપીટ કરાયાઃ

આંધ્રપ્રદેશઃ આંધ્રપ્રદેશમાંથી ૨૦૧૪ની સાલમાં લોકસભામાં ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ શ્રી ગાલ્લા જયદેવએ આ વખતે પણ ઉમેદવારી નોંધાવી છે. તેલુગૂ દેશમ પાર્ટીએ આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો ઉપરના જાહેર કરેલા ઉમેદવારોના નામોમાં શ્રી જયદેવનો ગૂન્ટુર ડીસ્ટ્રીકટ બેઠકમાં સમાવેશ કરાયો છે.

પર વર્ષીય શ્રી જયદેવ ભારતના રાજકારણીઓમાં સૌથી વધુ શ્રીમંત ગણાય છે. તેઓ ૧૦૦ મિલીઅન એટલે કે અંદાજે ૬૮૩ કરોડ રૂપિયાની સંપતિ ધરાવે છે. તેઓ ઓટોમેટીવ બેટરી બ્રાંડ એમેરોનના મેનેજીંગ ડીરેકટર છે.

(8:18 pm IST)