Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોદી સરકારના પાંચ વર્ષમાં રાજમાં મકાનની કિંમત 7 ટકા વધી અને વેચાણ 28 ટકા ઘટ્યું

દેશના મુખ્ય સાત શહેરોના અભ્યાસ બાદ બ્રોકરેજ કંપની એનેરોકનું તારણ

નવી દિલ્હી :દેશના સાત મુખ્ય શહેરોમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ઘરોની કિંમતમાં 7 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે મકાનોનું વેચાણ 28 ટકા ઘટ્યું છે  થયો છે. આ સમયગાળા દરમિયાન આપવામાં આવેલ મકાનોની સંખ્યામાં 64 ટકાનો ઘટાડો થયો છે. તેમ બ્રોકરેજ કંપની એનારૉકની એક રિપોર્ટમાં કહેવાયું છે .

   વર્તમાન સરકારના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન રિયલ એસ્ટેટ સેક્ટરના પ્રદર્શનના વિશ્લેષણના આધારે એનારોકનાં સ્થાપક અને અધ્યક્ષ અનુજ પુરીએ જણાવ્યું હતું કે આ સમય દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે તેમજ ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરની છબી સુધારવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

 વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેરા, નોટબંધી અને GST અમલમાં આવતાં શરૂઆતમાં સમસ્યાઓ સામનો કરવો પડ્યો હતો જો કે લાંબા સમયગાળે તેનો ફાયદો જોવા મળ્યો છે.

  હાઉસિંગ સેક્ટરની ઓપરેશનલ કામગીરી અંગે પુરીએ જણાવ્યું હતું કે પ્રાથમિક બજારોમાં પ્રાઇસ કરેક્શનને બદલે ટાઈમ કરેક્શનવધુ જોવા મળ્યું હતું. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ઘરોના ભાવ મોટા શહેરોમાં 7% વધ્યા છે. તેમણે કહ્યું કે જો ફુગાવાને સમાવવામાં આવે તો વાસ્તવમાં મકાનોની કિંમત ઘટી છે. આ શહેરોમાં દિલ્હી – NCR, મુંબઈ, ચેન્નાઇ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ અને પુણેનો સમાવેશ થાય છે.

(8:10 pm IST)