Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભારતીય વાયુસેનામાં ચિનૂક હેલિકોપ્ટર સામેલ : સેનાની તાકાતમાં થયો વધારો :દુશ્મનોને હંફાવશે

વિયતનામ યુદ્ધ, લીબિયા, ઇરાન, અફઘાનિસ્તાન, ઇરાક સહિત ઘણાં મોટા ઓપરેશનમાં હેલિકોપ્ટર નિર્ણાયક કામગીરી

ચિનૂક હેલિકોપ્ટરના ભારતીય સેનામાંથી સામેલ થવાથી સેનાની તાકાતમાં વધારો થયો છે. આશરે 315 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડનારા આ હેલિકોપ્ટરનો ઉપયોગ આજે દુનિયાના 26 દેશો કરે છે. ચિનૂક હેલીકોપ્ટર એક એવું હેલિકોપ્ટર છે કે જે યુદ્ધના મેદાનથી લઇને આફત સમયે થતી રાહત અને બચાવ કામગીરીમાં પોતાનું કૌવત બતાવી ચૂક્યું છે. આ હેલિકોપ્ટર દુનિયાની જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિમાં ક્ષમતાપૂર્ણ રીતે સંચાલિત થઇ રહ્યું છે. ખાસ કરીને ભારતીય ક્ષેત્રમાં આ હેલિકોપ્ટરની વિશેષ ઉપયોગિતા રહેશે.

સીએચ-47 ચિનૂક હેલિકોપ્ટર ડબલ એન્જિન ધરાવે છે. આ હેલિકોપ્ટરનું નિર્માણ બોઇંગ રોટરક્રાફ્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું છે. 1962માં આ હેલિકોપ્ટરને અમેરિકાની સેનામાં સામેલ કરાયું. હાલમાં આ હેલિકોપ્ટર 315 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડવાની ક્ષમતા ધરાવે છે. શરૂઆતથી અત્યાર સુધીમાં કંપનીએ હેલિકોપ્ટરમાં ઘણા બદલાવ કર્યા છે. જેમાં તેના કોકપિટની સાથે સાથે તેના રોટર બ્લેડ, એડવાન્સ્ડ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ સહિત અન્ય ઉપકરણોમાં ફેરફાર કરાયા છે જેથી તેનું વજન ઘટાડવામાં મદદ મળી છે.

ચિનૂક હેલિકોપ્ટર અમેરિકન સેના ઉપરાંત અન્ય ઘણા દેશોની સેનાઓમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે. વિયતનામ યુદ્ધ, લીબિયા, ઇરાન, અફઘાનિસ્તાન, ઇરાક સહિત ઘણાં મોટા ઓપરેશનમાં હેલિકોપ્ટર નિર્ણાયક કામગીરી કરી ચૂક્યું છે.

(8:04 pm IST)