Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં આવેલી એક મસ્જીદમાં કથિત આગઃ ઘટના સ્થળેથી ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલા અંગેનો પત્ર મળી આવ્યો

કેલિફોર્નિયાઃ અમેરિકામાં આવેલા સાઉથ કેલિફોર્નિયાની એક મસ્જીદમાં કથિત આગ લાગવાની ઘટના બહાર આવી છે. તથા ઘટના સ્થળેથી ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાને લગતો એક પત્ર પણ મળી આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આગથી કોઇને ઇજા થઇ નથી. ઇસ્લામિક સેન્ટર ઓફ એસ્કોન્દિદોના સભ્યોએ ફાયર બ્રિગેડ તંત્ર આવે તે પહેલા આગ બુઝાવી દીધી હતી. જે મામુલી હોવાનું જણાયું હતું. પોલીસ તપાસ ચાલુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:52 pm IST)