Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

૪ વર્ષ અધ્યક્ષપદે રહીને તમે દિલ્હીમાં શું કર્યું, આપ સાથે ગઠબંધનની વકિલાત કરી રહ્યા છેઃ શીલા દિક્ષીતનો અજય માકનને સણસણતો સવાલ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન કરવા માટે સોમવારે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરે પર કોંગ્રેસના નેતાઓની બેઠક થઇ હતી. બેઠકમાં દિલ્હી કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિત અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય માકનની વચ્ચે તીવ્ર ચર્ચા થઇ હતી. શીલા દીક્ષિતે કટાક્ષ ભર્યા અંદાજમાં અજય માકનને પૂછ્યુ કે 4 વર્ષ અધ્યક્ષ રહી તમે દિલ્હીમાં શું કર્યું કે આદે આપ સાથે ગઠબંધનની વકીલાત કરી રહ્યાં છો.

સૂત્રોનું કહ્યું છે કે બેઠક દરમિયાન અજય માકન આપ સાથે ગઠબંધન કરવાના પક્ષમાં તેમની વાત જણાવી રહ્યાં હતા. આ વાત પર શીલા દીક્ષિત ગુસ્સે થઇ ગયા અને તેમણે કટાક્ષ ભર્યા અંદાજમાં તેઓ સવાલ કરી બેઠા. આમ આદમી પાર્ટીથી ગઠબંધનને લઇને કોંગ્રેસ પાર્ટી બે ગ્રુપમાં વહેંચાઇ ગઇ ચે. પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિત, યોગાનંદ શાસ્ત્રી અને ત્રણેય વર્કિંગ પ્રેસિડેન્ટ દિલ્હીમાં એકલા હાથે ચૂંઠણી લડવાના પક્ષમાં છે.

ત્યારે દિલ્હી કોંગ્રેસના પ્રબારી પીસી ચાકો, અજય માકન અને સુભાષ ચોપડા ઇચ્છે છે કે આપ સાથે ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવામાં આવે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને પક્ષોની વચ્ચે તીવ્ર ચર્ચાઓ બાદ ગઠબંધનનો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર છોડવામાં આવ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે આ બેઠક પહેલા રાહુલ ગાંધીએ એનસીપી સહિત અન્ય દળ સાથે પણ વાત કરી હતી. ત્યારે એક અલગ બેઠકમાં કોંગ્રેસની દિલ્હી એકમની અધ્યક્ષ શીલા દીક્ષિતે પણ પાર્ટીના પ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષો દેવેન્દ્ર યાદવ, હારૂન યૂસુફ તેમજ રાજેશ લિલોઠિયાથી તેમના આવાસ પર ચર્ચા કરી હતી.

દીક્ષિતે કહ્યું કે તેઓ આપ સાથે કોઇપણ પ્રકારે ગઠબંધન માટે સહમત નથીસ, પરંતુ તેઓ આ સંબંધમાં પાર્ટી તરફથી લેવામાં આવેલા નિર્ણયને માનશે. સૂત્રોએ જમાવ્યું કે આપ પાર્ટીએ પંજાબ, દિલ્હી, હરિયાણામાં પણ કોંગ્રેસની સાથે નવેસરથી ગઠબંધનનો પ્રયત્ન કર્યો છે.

તેમણે જણાવ્યું કે આપ પંજાબમાં ત્રણ બેઠકો અને હરિયાણામાં બે બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છે છે, ત્યારે દિલ્હીમાં તેમના માટે તેઓ પાંચ બેઠકની માગ કરી રહ્યાં છે. દિલ્હી માટે કોંગ્રેસ પ્રભારી પીસી ચોકાએ કહ્યું કે, આપની સાથે ગઠબંધન કરવાની સંભાવના પર હું દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓની સાથે વિચાર-વિમર્શ કરી રહ્યો છું.

(5:06 pm IST)