Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભારતીય વાયુ઼સેનાની શક્તિમાં વધારોઃ ચિનુક સીઅેચ-૪૭ આઇ હેલીકોપ્ટરનો સમાવેશ

નવી દિલ્હી: સોમવારથી ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થવા જઇ રહ્યાં છે. કેમકે, અમેરિકી કંપની બોઇંગના બનાવેલા ચિનૂક સીએચ-47 આઇ હેલીકોપ્ટર હવે ભારતીય વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યાં છે. ચિનૂક સીએચ-47 આઇ હેવી લિફ્ટ ક્ષમતાવાળા અને એક એડવાન્સ મલ્ટી મિશન હેલિકોપ્ટર છે. જે લડાકૂ ભૂમિકામાં ઘણું કામ આવશે અને તેનાથી ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થયો છે. જણાવી દઇએ કે ચિનૂકમાં એકીકૃત ડિઝિટલ કોકપિટ મેનેજમનેટ સિસ્ટમ છે. જેનાથી તે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી શકે છે.

ચિનૂક સીએચ-47ની 18 ફૂટ ઉંચાઇ અને 16 ફૂટ લંબાઇ છે. ચિનૂકના પાયલટને ટ્રેનિંગ ઓક્ટોબર 2018થી શરૂ થઇ ગઇ હતી. જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાના બેડમાં અત્યાર સુધી રૂસી મૂળના ભારે વજન ઉઠાવનાર હેલિકોપ્ટ જ રહ્યાં છે. પરંતુ હવે વાયુસેનાને અમેરિકામાં નિર્મિત હેલિકોપ્ટર મળશે. જે ઘણા એડવાન્સ છે. જેનાથી ભારતીય વાયુસેનાની શક્તિમાં મોટા પ્રમાણમાં વધારો થશે.

(5:05 pm IST)