Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઉત્તરપ્રદેશમાં શિક્ષામિત્રોની મહેનતનું દરરોજ અપમાનઃ ભાજપ ટી-શર્ટનું માર્કેટિંગમાં વ્યસ્તઃ પ્રિયંકા ગાંધીના પ્રહાર

સેંકડો પીડિતોએ આપઘાત કરી લીધોઃ જે લોકોએ વિરોધ કર્યો તેમના પર બેફામ લાઠીચાર્જ

 નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતા શિક્ષામિત્રોના પ્રશ્નને ઉઠાવ્યો હતો. પૂર્વ ઉત્ત્।ર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ બીજેપી પર પ્રહાર કરતા લખ્યું કે, શિક્ષા મિત્રોની મહેનતનું દરરોજ અપમાન થઈ રહ્યું છે. આ જ કારણે સેંકડો પીડિતોએ આપઘાત કરી લીધો. જે લોકોએ વિરોધ કર્યો તેમના પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવે છે.

 પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું કે,  ઉત્તર પ્રદેશના શિક્ષામિત્રોની મહેનતનું દરરોજ અપમાન થાય છે. સેંકડો પીડિતોએ આપઘાત કરી લીધો છે. જે લોકો રસ્તા પર ઉતર્યા હતા તેમના પર સરકારે લાઠીચાર્જ કરાવ્યો હતો, તેમની સામે રાસુકા લગાવી દેવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ ટી-શર્ટના માર્કેટિંગમાં વ્યસ્ત છે. કાશ તેઓ પીડિતો પર પણ થોડું ધ્યાન આપતા

 વર્ષ ૨૦૧૫માં અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે સરકાર તરફથી પ્રાથમિક શાળાઓમાં કામ કરતા   શિક્ષા મિત્રોની સહાયક શિક્ષકો તરીકે કરવામાં આવેલી નિમણૂકોને ગેરકાયદે ઠરાવી હતી. આ આદેશની અસર બે લાખ જેટલા  શિક્ષા મિત્રો  (કરાર પર કામ કરતા શિક્ષકો) પર પડી હતી.

(4:37 pm IST)